વડોદરામાં ઈ-ચલણ વસૂલવા ટ્રાફિક પોલીસે આધુનિક ટેક્નોલોજીના પ્રયોગ કર્યો શરુ
Vadodara News: વડોદરામાં ઈ-ચલણ વસૂલવા ટ્રાફિક પોલીસે આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ શરુ કર્યો છે. 20 થી વધુ ઈ-ચલણ ન ભરનાર વાહન ચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે. CCTV કંટ્રોલ રુમથી વાહનચાલકો પર ટ્રાફિક પોલીસ નજર રાખી રહી હતી. ચાર રસ્તા અને ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેતા ટ્રાફિક જવાનને વાહનચાલકને પકડવા માટે સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા
લાયસન્સ રદ કરાશે
20 થી વધુ ઈ-ચલણ ન ભરનાર 100 વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરાશે. લાઈસન્સ રદ્દ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને પણ પત્ર લખવામાં આવ્યો છે. વર્ષ 2018થી અત્યાર સુધી 16 લાખ ઈ-ચલણનો દંડ ભરવાનો બાકી છે. ઈ-ચલણ ન ભરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે. CCTV કંટ્રોલ રુમથી વાહનચાલકો પર ટ્રાફિક પોલીસ નજર રાખી રહી છે.