September 20, 2024

1 સપ્ટેમ્બરથી બેંક ખાતામાંથી પૈસા કપાશે તો SMS કેમ નહીં આવે?

TRAI New Rules for SMS Service: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ નકલી કૉલ્સ અને મેસેજ સામે તેની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. નવા નિયમ પ્રમાણે 1 સપ્ટેમ્બરથી, ટેલિકોમ કંપનીઓ URL, OTT લિંક્સ અથવા APK ધરાવતા કોઈપણ મેસેજને ટ્રાન્સમિટ કરી શકશે નહીં. આ સિવાય ટેલિકોમ કંપનીઓની વ્હાઇટલિસ્ટમાં નોંધાયેલા ન હોય તેવા નંબરને પણ બ્લોક કરી દેવામાં આવશે.

ડેટા સાથે મેચ કરાશે
આ પગલાનો હેતુ સ્પામ, ખાસ કરીને ફિશીંગ સંદેશાઓને રોકવાનો છે. પરંતુ તેની અસર નાણાકીય સંસ્થાઓ, બેંક, ઈ-કોમર્સ કંપનીઓ તરફથી સંદેશા પ્રાપ્ત કરવામાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પગલું ગ્રાહકોને ફેંક મેસજથી બચાવવામાં મદદ કરશે. આ પગલાને કારણે ટેલિકોમ કંપનીઓ અને અન્ય સેવા પ્રદાતાઓમાં ગ્રાહકોનો વિશ્વાસ વધી જશે. આ નવી સિસ્ટમ પછી મેસેજ મોકલનારી કંપનીઓએ તેમના તમામ મેસેજ ટેમ્પ્લેટ્સ અને સામગ્રીને ટેલિકોમ કંપનીઓ સાથે રજીસ્ટર કરાવવાનું રહેશે. આ પછી ટેલિકોમ કંપનીઓ એક સિસ્ટમનો ઉપયોગ કરશે જે મેસેજની સામગ્રીને સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ રજિસ્ટર્ડ કરેલા ડેટા સાથે મેચ કરવામાં આવશે. જો આ ડેટા સાથે મેસેજ મેચ નહીં થાય તો તેને અવરોધિત કરવામાં આવશે.

આ પણ વાંચો: Telegram એપના CEO પાવેલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ

થોડો સમય લાગશે
આ ફેરફારને કારણે શરૂઆતમાં ગ્રાહકોને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ટેલિકોમ કંપનીઓને નવી સિસ્ટમ માટે ગ્રાહકોનો અપનાવવામાં સમય લાગી શકે છે. આ પગલું બેંકો, નાણાકીય સંસ્થાઓ અને ઈ-કોમર્સ કંપનીઓ માટે કેટલાક પડકારો ઉભી કરી શકે છે. જોકે, ટ્રાઈનું આ પગલું ફેક મેસેજ સામેની લડાઈમાં એક મોટું પગલું છે.