December 5, 2024

OTP સંબંધિત નવા નિયમો આજથી થશે લાગુ

TRAI Rule: TRAI ના નવા OTP ટ્રેસેબિલિટી નિયમો આજથી દેશમાં અમલ કરી દેવામાં આવ્યા છે. TRAI એ નકલી અને સ્પામ મેસેજની વધતી સંખ્યાને રોકવા માટે આ નિયમ આજથી લાગુ કરવામાં આવ્યો છે. TRAIના નવા નિયમોથી OTP આધારિત મેસેજને સરળતાથી ટ્રેક કરી શકવામાં મદદ મળી રહેશે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં કાર અને ટ્રક ભયાનક અકસ્માત, કટર વડે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

નિયમનો અમલ કરવો પડશે
ટેલિકોમ કંપનીઓ પાસે અગાઉ TRAI OTP મેસેજની ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય હતો. Jio, Airtel, Vi અને BSNLની માંગને પગલે કંપનીએ તેની સમયમર્યાદા 31 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. સમયમર્યાદા આજથી પુર્ણ થઈ ગઈ છે. હવેથી ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રૅક કરવા માટે ટ્રેસેબિલિટી નિયમનો અમલ કરવાનો રહેશે. Jio, Airtel, Vi અને BSNL આજથી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. OTP મેસેજ આવવામાં સમય લાગી શકે છે.