November 22, 2024

Modi 3.0 શપથ ગ્રહણ સમારોહમાં ટ્રાન્સજેન્ડર્સ અને સફાઇ કર્મચારીઓને પણ આમંત્રણ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની રેલીઓમાં મહિલાઓને નમન કરવું હોય, અયોધ્યામાં રામ મંદિર બનાવનારા કારીગરોને ફૂલહાર કરવા હોય કે પછી પ્રયાગરાજમાં કુંભ સમારોહને સફળ બનાવનાર કર્મચારીઓના પગ ધોવા હોય, પીએમ નરેન્દ્ર મોદી હંમેશા લોકોને અને તેમના વિરોધીઓ આશ્ચર્યચકિત કરે છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદીએ આ વખતે પણ કંઈક નવું કર્યું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કામ કરતા મજૂરો, ટ્રાન્સજેન્ડરો અને સફાઇ કર્મચારીઓને પણ મોદી 3.0 ના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ ચુસ્ત રાખવામાં આવશે.

જાણો કેવી હશે સુરક્ષા
સૂત્રો અનુસાર, 9 જૂને યોજાનાર શપથ ગ્રહણ સમારોહની સુરક્ષા વ્યવસ્થા G-20 સમિટ જેવી જ હશે. મધ્ય દિલ્હીની સુરક્ષા માટે ગુપ્તચર એજન્સીઓ અને સશસ્ત્ર દળો સાથે સંકલન કરીને જમીનથી હવાઈ દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સુરક્ષા એટલા માટે ચુસ્ત રાખવામાં આવી છે કારણ કે આ શપથ ગ્રહણ સમારોહમાં ઘણા દેશોના શાસકો ભાગ લેશે. બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: PAK vs USA: ભારતીય ખેલાડીઓએ અમેરિકન ટીમમાંથી પાકિસ્તાનને આપી ‘હાર’

વીવીઆઇપીની સુરક્ષાની વ્યવસ્થા
સુરક્ષાના બે અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે તેમના કાફલાની અવરજવર અને હોટલ તથા કાર્યક્રમ સ્થળ વચ્ચે માર્ગની સુરક્ષા, પ્રત્યેક ગણમાન્ય વ્યક્તિને એક કોલ સાઇન આપવામાં આવશે. જેમને સમારોહની સવારે જણાવાશે. જેનો ઉપીયોગ કાફલાની અવરજવર અને રાષ્ટ્રરપતિ ભવન તથા કર્તવ્યપથ સુધીના માર્ગના સમન્વય માટે કરાશે. ગુરૂવારે બપોરે દિલ્હી પોલીસ મુખ્યાલયમાં વ્યવસ્થાઓની ઝીંણવટ પર ચર્ચા માટે એક વિસ્તૃત વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચાઓથી અવગત એક ડીસીપી રેંકના અધિકારી અનુસાર, બેઠક દરમિયાન જી20 દરમિયાન અપનાવવામાં આવેલા ઉપાયોને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું,‘તેનો મતલબ એ છે કે પ્રત્યેક હોટલમાં ડીસીપી રેંકના સ્થળે કમાન્ડર હશે, જ્યાં વિદેશી રાષ્ટ્રીય અધ્યક્ષ રોકાશે. તે વિશેષ આયુક્ત રેંકના જનરલ/વર્ટિકલ કમાન્ડરને રિપોર્ટ કરશે.’

ખુફીયા એજન્સીઓ પોતાના વિદેશી સમકક્ષોની સાથે સમન્વય કરી રહી છે.જે પોતપોતાના ગણમાન્ય વ્યક્તિઓની તત્કાલ સુરક્ષા ઘેરામાં નિર્ણય લેશે. દિલ્હી પોલીસ આયોજન સ્થળો અને માર્ગોને સુરક્ષિત બનાવવા માટે તેને આપવામાં આવેલી જાણકારી પર કામ કરશે. પ્રત્યેક વિદેશી નેતાની ખતરાની ધારણાનું વ્યક્તિગતરૂપે અધ્યયન કરવામાં આવશે.