6થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી ઝડપાયો, એઈડ્સથી સંક્રમિત કરવાનો હતો પ્લાન
અમદાવાદ: અપહરણ બળાત્કારના કેસમાં પકડાયેલા વિધર્મી યુવકની કરતૂત સામે આવી છે. મહિલાઓ સાથે પ્રેમના બહાને સંબંધ રાખી એઈડ્સ સંક્રમિત કરવાનું પ્લાનીંગ હતું. વિધર્મી યુવક એઈડ્સ સંક્રમિત હોવા છતાં સગીરા સાથે સંબંધ રાખ્યો હતો. માર્ચ 2024માં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી ફરાર વિધર્મી થયો હતો. વર્ષ 2019થી એઈડ્સ સંક્રમિત હોવાનું જાણવા છતાં શારિરીક સંબંધ રાખ્યા હતા. તેને માત્ર એક સગીરા નહીં પરંતુ 3 યુવતીઓ અને સગીરા સાથે સંબંધ રાખ્યા હતા. વિઘર્મી યુવકની પૂછપરછ દરમિયાન તેની વિકૃત માનસિકતા સામે આવી છે.
એચઆઈવી ગ્રસ્ત યુવક યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 માસથી ગુમ સગીરાને શોધી 6થી વધુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવનાર એચઆઈવી ગ્રસ્ત યુવક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગત 22 માર્ચ 2024ના રોજ ભોગ બનનાર સગીરા અસારવા સામાજીક પ્રસંગે માતા-પિતા સાથે આવી હતી. સાંજે 8 વાગે તે અચાનક ગુમ થઈ જતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતા દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસની પિટીશન ફાઇલ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સગીરાને મધ્ય પ્રદેશના બીજોરી જિલ્લાના કોતમાથી શોધી હતી. સગીરાને ફોસલાવીને લઈ જનાર આરોપીને પણ ઝડપી પડ્યો છે.
આરોપીની પૂછપરછ દરમિયાન ખૂબ જ ચોકાવનારી હકીકત સામે આવી હતી. આરોપી છેલ્લા 8-10 વર્ષથી એચ.આઇ.વી. ગ્રસ્ત છે. આરોપીએ છેલ્લા ૧૨ વર્ષનામાં છ થી વધુ યુવતિઓને જાળમાં ફસાવી શૌષણ કર્યું હતું. સગીરાના પિતાના વ્યવસાયીક સ્થળની નજીક આરોપી પણ વ્યવસાય કરતો હતો. HIV ગ્રસ્ત આરોપી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાવી ગયો હતો. શરૂઆતમાં સગીરાને ભાડે રાખેલ રૂમમાં તેને સંતાડી હતી. સગીરાને સંતાડવામાં આરોપીનો ભાઇ તથા માતા પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપી તેને સવાર-સાંજ જમવાનું આપી ભાડે રાખેલ રૂમને બહારથી તાળુ મારી દેતો હતો.જેથી કોઇને ખબર ન પડે કે અહીં કોઇ વ્યક્તિ રહે છે.
આરોપીને વકીલે સલાહ આપી કે, સગીરા પુખ્ત ન થાય ત્યાં સુધી બારેજાથી ભાગી જાવ. આરોપી સગીરાને સુરત, ઔરંગાબાદ, બીડ, હૈદરાબાદ, નાગપુર થઇ બિલાસપુર, બૈકુલપૂઠ છતીસગઢ ખાતે લઇ ગયો હતો. બાદમાં તેને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. પોલીસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટની મદદથી સગીરા અને આરોપી ઝડપી પડ્યા છે. આરોપીની વર્તુણુક અને તેના અલગ-અલગ યુવિતીઓ સાથેના સંબંધનો હેતુ અંગે તપાસ હાથ ધરાઈ છે. પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.