હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદ પોલીસના 3 જવાનોને પૂરા સમ્માન સાથે આખરી વિદાય

અમદાવાદ: હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાત પોલીસના 3 જવાનોને અમદાવાદ લવાયા હતા. પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન હરિયાણા ખાતે અકસ્માત નડ્યો હતો. શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ શોક સલામી બાદ પૂરા સન્માન સાથે આખરી વિદાય આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને પોલીસ તપાસ દરમિયાન હરિયાણા ખાતે ગયા હતા. જ્યાં તેઓને અકસ્માત નડતા કર્મચારીઓ શહીદ થયા હતા. જેઓને આજરોજ અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ મુખ્ય મથકના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શોક સલામી બાદ પૂરા સન્માન સહિત આખરી વિદાય આપવામાં આવી હતી.