February 23, 2025

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે

TRP Gamezone fire Incident: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હાઇકોર્ટ દ્વારા 3 આરોપીઓના જામીન મંજૂર કરતા રાજકોટ પોલીસ સુપ્રિમકોર્ટમાં જશે. પોલીસને ગૃહ વિભાગની મંજૂરી મળતા સુપ્રીમના દરવાજા ખખડાવશે. મનપાના પૂર્વ ATP રાજેશ મકવાણા, પૂર્વ ATP ગૌતમ જોષી તેમજ ઇજનેર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: IPL શેડ્યૂલ આ દિવસે થશે જાહેર, ફાઈનલ મેચને લઈને આવી આ માહિતી સામે

શું છે સમગ્ર મામલો?
25 મે, 2024ના રવિવારના રાજકોટમાં નાનામૌવા રોડ નજીક આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. આ અંગે ખૂદ પોલીસ જ ફરિયાદી બની હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં

  • યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
  • રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર
  • નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર
  • મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ
  • ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર, રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો
  • ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર
  • ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર
  • મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
  • અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
  • કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા
  • પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
  • ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ
  • મુકેશ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર
  • રોહીત આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ
  • જયદીપ બાલુભાઈ ચૌધરી
  • નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર