ટ્રમ્પ 17 રાજ્યોમાં તો હેરિસ 9 રાજ્યોમાં આગળ, જાણો કોણ કઈ બેઠક પર જીત તરફ?
US Presidential Election Updates: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે 5 નવેમ્બરે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે સીધી ટક્કર છે. ઘણા રાજ્યોમાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ મત ગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામો પણ આવવા લાગ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રાથમિક પરિણામો ડેમોક્રેટિક પાર્ટી અને તેના ઉમેદવાર કમલા હેરિસ માટે ચિંતા વધારી રહ્યા છે. વાત એવી છે કે, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી અમેરિકાના 17 રાજ્યોમાં લીડ મેળવી છે. આ સાથે તેમણે કુલ 538 ઈલેક્ટોરલ કોલેજ વોટમાંથી 177 વોટ કબજે કર્યા છે. બીજી તરફ, કમલા હેરિસ હાલમાં માત્ર 9 રાજ્યોમાં જ આગળ છે અને તેમને 99 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે બેમાંથી જે પણ ઉમેદવાર 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ મેળવશે તે આ ચૂંટણી જીતી જશે.
કમલા હેરિસ કયા રાજ્યોમાં મળી લીડ?
જે 9 રાજ્યોમાં કમલા હેરિસને લીડ મળી છે તેમાં કનેક્ટિકટ, ડેલાવેર, ઇલિનોઇસ, મેસેચ્યુસેટ્સ, મેરીલેન્ડ, ન્યુ જર્સી, ન્યુયોર્ક, રોડ આઇલેન્ડ અને વર્મોન્ટનો સમાવેશ થાય છે. તેમને આ રાજ્યોમાંથી 99 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી રહ્યા છે.
ટ્રમ્પ ક્યાં જીતવાની અપેક્ષા?
તો બીજી બાજુ, ડોનાલ્ડ ટ્રમ્પને જે 17 રાજ્યોમાં લીડ મળી છે તેમાં વ્યોમિંગ, વેસ્ટ વર્જિનિયા, ટેક્સાસ, ટેનેસી, સાઉથ ડાકોટા, સાઉથ કેરોલિના, ઓક્લાહોમા, ઓહિયો, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, મિસિસિપી, લ્યુઇસિયાના, કેન્ટુકી, ઇન્ડિયાના, ફ્લોરિડા, આરકેંસસ, અલાબામાનો સમાવેશ થાય છે. છે. આ રાજ્યોમાંથી ટ્રમ્પને 178 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી રહ્યા છે.