September 18, 2024

6 વર્ષ બાદ ફરીથી રિલીઝ થઈ રહી છે ‘તુમ્બાડ’, આ 5 કારણોથી મિસ ના કરતા આ ફિલ્મ

Tumbbad Movie: બોલિવૂડમાં હાલમાં નવી એક્સાઈટિંગ ફિલ્મો જેટલા લાંબા-લાંબા ઈન્ટરવલ બાદ સિનેમાઘરોમાં પહોંચી રહી છે, તેણે સિનેમાઘરોને જૂની સારી ફિલ્મોને જોવા માટેની વધુ એક તક આપી છે. આ કડીમાં ‘લૈલા મજનૂ’ અને ‘રહેના હૈ તેરે દિલ મેં’એ થિયેટરમાં ફરીથી રિલીઝ થઈને ઓડિયન્સને મનોરંજન પુરૂ પાડ્યું છે, ત્યાં જ હવે ‘તુમ્બાડ’નો વારો છે.

ડાયરેક્ટર રાહી અનિલ બર્વેની ફિલ્મ ‘તુમ્બાડ’ પ્રથમવાર 2018માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે સમયે ફિલ્મના ક્રિટિક્સે ખુબ વખાણ કર્યા હતા અને ત્યારે થિયેટરમાં ફિલ્મ જોઈ ચૂકેલા લોકો આજે પણ તેના વખાણ કરે છે.

‘તુમ્બાડ’ને સારી એવી પબ્લિસિટી ઓટીટી પર આવ્યા બાદ મળી. પરંતુ હવે જનતા પાસે વધુ એક વખત ફિલ્મને થિયેટરમાં પ્રેમ આપવાનો લાહવો મળ્યો છે. આવો આજે અમે તમને ફરીથી રિલીઝ થવા જઈ રહેલી ‘તુમ્બાડ’ વિશે જણાવીએ કે આ ફિલ્મને શા માટે સિનેમાઘરમાં જોવી જોઈએ.

ડાયરેક્ટરની 20 વર્ષની મહેનત
રાહી અનિલ બર્વેએ ‘તુમ્બાડ’ની કહાણીનો પ્રથમ ડ્રાફ્ટ 1997માં લખ્યો હતો, જ્યારે તેઓ માત્ર 18 વર્ષના હતા. ઘણી વખત સ્ક્રિપ્ટમાં બદલાવ થયો, ઘણી વખત ફિલ્મ પર કામ શરૂ થયું. 7 પ્રોડક્શન હાઉસ આ ફિલ્મને બનાવવા માટે રાજી થયા બાદ નકારી કાઢી અને 3 વખત આ ફિલ્મ પર કામ શરૂ થઇને બંધ થઇ ગયું.

2008માં નવાઝુદ્દીન સિદ્દીકીને લીડ રોલમાં લઈ બર્વેએ ‘તુમ્બાડ’નું કામ શરૂ કરી દીધુ હતું પરંતુ પછી પ્રોડ્યૂસર પાછળ હટી ગયા અને પછી ફરીથી ફિલ્મ અટકી ગઈ. ફાઈનલી 2012માં સોહમ શાહની સાથે આ ફિલ્મ બનવાની શરૂ થઈ અને પ્રથમ ડ્રાફ્ટ લખાયા બાદ લગભગ 20 વર્ષ બાદ 2018માં સ્ક્રિન પર પહોંચી. લોકકથા, માઈથોલોજી અને હોરરનું શાનદાર કોમ્બિનેશન લઈને જ્યારે ‘તુમ્બાડ’ સ્ક્રિન પર પહોંચી તો દર્શકોની આંખો સામે જાણે જાદુ થયો હોય.

સોહમ શાહની જોરદાર મહેનત
‘તુમ્બાડ’માં લીડ ભૂમિકામાં વિનાયકનો રોડ કરનાર સોહમ શાહ 2012માં કાસ્ટ થયા અને તે પ્રોડ્યૂસર તરીકે પણ આ ફિલ્મ સાથે જોડાયા. આ રોલ માટે સોહમે 8 કિલો વજન વધાર્યો અને 6 વર્ષ સુધી ફિલ્મ પૂર્ણ થઈ ત્યાં સુધી પોતાનો લુક યથાવત રાખ્યો હતો.

આ ફિલ્મ મરાઠી બેકગ્રાઉન્ડ પર હતી તો રાજસ્થાનથી આવનારા સોહમે પોતાની ભાષા પર ઘણું કામ કર્યું. ફિલ્મમાં તેમનું કામ દેખ્યા બાદ લોકો તેમના ફેન્સ બની ગયા હતા. વિનાયકની ભૂમિકાને જે પ્રકારે સ્ક્રિન પર ઉતારવામાં આવી તે ઈન્ડિયન સિનેમામાં તે એક્ટિંગની મોટી મિસાલ બની ગયા છે.

પ્રોડ્યૂસર તરીકે પણ સોહમ શાહે તેવી દરેક વસ્તુ કરી કે ‘તુમ્બાડ’ પૂર્ણ થયા બાદ સ્ક્રિન પર પહોંચે. રિયલ એસ્ટેટ બિઝનેસમેન રહેલા સોહમે આ ફિલ્મને પૂર્ણ કરવા માટે પોતાની ઘણી પ્રોપર્ટી વેચી નાંખી હતી. પરંતુ બાદમાં તેમણે કહ્યું કે આ ‘તુમ્બાડ’ તેમના માટે એક સારૂ ઈન્વેસ્ટમેન્ટ રહ્યું.

સંપૂર્ણ ઓથેંટિક રીતે બનાવી ફિલ્મ
ફિલ્મનો એક મોટો ભાગ વરસાદનો હતો. આઇડિયા એ હતો કે આખી ઘટના કાળા વાદળોના કવરમાં ઘટતી દેખાય. જે ઓડિયન્સને ભયાનક વરસાદનો અનુભવ કરાવે. આ માટે આખી ફિલ્મને નેચરલ લાઈટમાં સૂર્યના અજવાળા વિના શૂટ કરવામાં આવી હતી. આખું શૂટિંગ ચોમાસા દરમિયાન થયું અને ઘણા સિનને કુદરતી વરસાદમાં શૂટ કરવામાં આવ્યા હતા અને યોગ્ય ઋતુ માટે મહિનાઓ સુધી રાહ જોવામાં આવી હતી.

કહાણીને યોગ્ય મોડ આપવા માટે મોર્ડન લાઈટિંગને સંપૂર્ણ રીતે અવોયડ કરવામાં આવી હતી. ઘણા સિન્સ 50થી વધુ લેમ્પ લગાવીને શૂટ કરાયા હતા. ડાયરેક્ટરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તુમ્બાડ’ના ઘણા સિન્સ એવી લોકેશન પર શૂટ થયા જ્યાં સૌ વર્ષમાં પણ કોઈ વ્યક્તિ ગયું નથી. ફિલ્મની કહાણીમાં નજર આવતો શૈતાની દેવતા હસ્તર, સંપૂર્ણ રીતે પ્રોસ્થેટિક મેકપથી તૈયાર કરાયો હતો. ક્લાઈમેક્સમાં ધરતીના ગર્ભમાં હસ્તરનો સીન માત્ર એક લેમ્પના અજવાળામાં શૂટ કરાયો હતો.

જે શિદ્દતથી ‘તુમ્બાડ’ને તૈયાર કરવામાં આવી તેની અસર ફિલ્મના દરેક સીનમાં નજર આવે છે અને આ મોટી સ્ક્રિન પર અનુભવ કરનારી વસ્તુ છે.

પ્રથમવાર મળી હતી લિમિટેડ રિલીઝ
‘તુમ્બાડ’ પ્રથમ ઈન્ડિયન ફિલ્મ હતી જેને દુનિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાનાં એક વેનિસ ફિલ્મ ફેસ્ટિવલના ક્રિટિક્સ વીક સેક્શનમાં દેખાડવામાં આવી હતી. ‘તુમ્બાડ’ સાથે કોઈ મોટો પ્રોડ્યૂસર નહોતો જોડાયો માટે તેને મોટી રિલીઝ પણ ન મળી.

આ ફિલ્મને લઈ તમામ લોકોની ફીલિંગ હતી કે, ઈન્ડિય દર્શકોએ આ પહેલા ક્યારેય આવું કંઈ જોયું નથી, ખબર નહીં તેને પસંદ કરાશે કે નહીં. બોલિવૂડના નામ ફિલ્મમેકર આનંદ એલ રાય ઘણા સમય બાદ આ ફિલ્મ સાથે જોડાયા અને 12 ઓક્ટોબર 2018ના રોજ ‘તુમ્બાડ’ આખરે માત્ર 575 સ્ક્રિન પર રિલીઝ થઈ.

બોક્સ ઓફિસ પર કરી સોલિડ કમાણી
ખુબ જ લિમિટેડ સ્ક્રિન પર રિલીઝ થયેલી ‘તુમ્બાડ’નું ટ્રેલર અને ફિલ્મ મેકિંગના વીડિયો ખુબ જ ચર્ચામાં રહ્યા હતા અને આથી જ સિનેમા ફેન્સને તેના વિશે જાણકારી મળી હતી. પરંતુ કોઈ મોટો સ્ટાર અથવા મોટું પ્રોડક્શન હાઉસ સાથે ન હોવાથી ફિલ્મને રિલીઝ પહેલા કોઈ જોરદાર હાઈપ મળી નહોતી.

‘તુમ્બાડ’ને પ્રથમ દિવસે 65 લાખ રૂપિયાની ઓપનિંગ મળી હતી. પરંતુ જનતા જનાર્ધનના વખાણ અને શાનદાર રિવ્યૂઝે ફિલ્મ માટે માહોલ બનાવ્યો અને લિમિટેડ સ્ક્રિન્સ પર જ તેને સારી એવા દર્શકો મળવા લાગ્યા હતા. ‘તુમ્બાડ’નું બોક્સ ઓફિસ રિપોર્ટ કાર્ડ જણાવે છે કે 5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ લગભગ 13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ 50 દિવસ સુધી સારી એવી કમાણી સાથે સિનેમાઘરમાં ચાલી અને સ્લિપર હીટ રહી હતી.