December 9, 2024

આ રેસીપીથી બનાવો શિયાળુ વાનગી તુવેર ટોઠા, આંગળા ચાટતા રહી જશે મહેમાન

Gujarati Tuver Na Totha Recipe: ગુજરાતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે. વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાનું આગમન થતાની સાથે માર્કેટમાં લીલા શાકભાજી આવવા લાગે છે. શિયાળાની સિઝનમાં આપણે અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. ત્યારે અમે તમારા માટે આજે એ વાનગીની માહિતી લઈને આવ્યા છીએ જે મહેસાણામાં તપેલા ભરીને બનાવવામાં આવે છે. આ વાનગીનું નામ છે તુવેર ટોઠા.

તુવેર ટોઠાની સામગ્રી

  • લીલું લસણ
  • મીઠું
  • બેકિગ સોડા
  • લીલી તુવેર
  • તેલ
  • આદુ
  • મરચા
  • ટમેટાની પ્યુરી
  • ધાણાજીરુ
  • ડુંગળી
  • અજમો
  • સુકા લાલ મરચા
  • હળદર

આ પણ વાંચો: શિયાળામાં બનાવો મસાલેદાર લીલા વટાણાનાં પરાઠા, જાણો સરળ રીત

તુવેર ટોઠા બનાવવાની રીત
એક કૂકરમાં બે વાટકા લીલી તુવેર લેવાની રહેશે. જેમાં તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાંખવાનું રહેશે. આ પછી પાણી નાંખીને તમારે 2 સિટી વગાડવાની રહેશે. કઢાઈમાં થોડું તેલ નાંખો. આ પછી તમારે તેમાં તમાલપત્ર, અજમો, સુકા મરચા, અને સમારેલી ડુંગળી નાંખવાની રહેશે. તેમા તમારે એક કપ ટમેટાની પ્યુરી ઉમેરવાની રહેશે. જ્યાં સુધી ડ્રાઈ થાય ત્યાં સુધી તેને સાતળો. આ પછી તમારે તેમાં લીલું લસણ, લાલ મચરું, હળદર, ધાણાજીરું જેવા મસાલા ઉમેરી દો. હવે તમારે તેમાં બાફેલી તુવેર ઉમેરવાની રહેશે. આ પછી તેને સારી રીતે પાકવા દો. હવે તમે તેના પર કોથમરી ઉમેરો. તેના ઉપર સ્વાદ પ્રમાણે મિઠું ઉમેરી દો. તો તૈયાર છે મહેસાણાના લીલી તુવેર ટોઠા.