નવેમ્બરમાં તહેવારોની સિઝનમાં ટુ-વ્હીલરની માંગમાં થયો વધારો
Two Wheelers Demand: નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મેરેજની સિઝન હોવાના કારણે ટુ-વ્હીલરનું વેચાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે કારની માંગમાં કોઈ વધારો થયો નથી. મેરેજની સિઝન હોવાના કારણે નવેમ્બર મહિનામાં ટુ-વ્હીલરનું છૂટક વેચાણ 11.21 ટકા વધી ગયું છે.
આ પણ વાંચો: Car Price Hike: નવા વર્ષથી કાર કેમ મોંઘી થઈ રહી છે?
કારના વેચાણમાં ઘટાડો
એક બાજૂ ટુ-વ્હીલરના વેચાણમાં ઘટાડો થયો છે. તો બીજી બાજૂ કારની માંગમાં ઘટાડો થયો છે. કારનું વેચાણ ઘટીને 3,21,943 યુનિટ થઈ ગયું છે. કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ નવેમ્બર 2023માં 87,272 યુનિટની સરખામણીએ નવેમ્બરમાં 6.08 ટકા ઘટીને 81,967 યુનિટ થયું છે. આવનારા મહિનાઓમાં ગ્રાહક સેન્ટિમેન્ટમાં વધારો થઈ શકે છે. નવેમ્બરમાં તહેવારોની સિઝન અને લગ્નને કારણે ટુ-વ્હીલરની માંગમાં વધારો થયો છે. મેક્રોઇકોનોમિકના વાતાવરણમાં સુધારો થવાની શક્યતાઓ છે. જેના કારણે ગ્રાહક સેન્ટિમેન્ટમાં વધારો થઈ શકે છે.