December 28, 2024

U19 World Cup: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો ખેલ

U19 World Cup: અંડર-19 T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે રમાશે. તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં આ ત્રીજી વખત એવું બનશે કે અંડર-19 T20 વર્લ્ડ કપમાં આ બંને ટીમો ફાઇનલમાં સામસામે ટકરાશે.

 અંડર-19 T20 વર્લ્ડ કપ
આ વર્ષેના ભારતીય ક્રિકેટ ટીમોએ ત્રણ ICC ટૂર્નામેન્ટ રમવાની છે. અત્યારની વાત કરવામાં આવે તો ભારતીય અંડર-19 ટીમ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 T20 વર્લ્ડ કપ રમી રહી છે. મેન્સ ટી20 વર્લ્ડની જો વાત કરવામાં આવે તો જૂનમાં રમાશે. મહિલા ટી20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્ષના અંતમાં રમાશે. ભારતીય ટીમે હાલમાં રમાઈ રહેલી મેચ એટલે કે અંડર-19 T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ માત્ર U19 વર્લ્ડ કપ ફાઇનલ જીતવાના એક ડગલું દૂર છે.

પ્રથમ વર્લ્ડ કપ
અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે રમાવાની છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે આજે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે આ મેચનું આયોજન દક્ષિણ આફ્રિકાના સહારા પાર્ક વિલોમૂર ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ મેચના સમયની વાત કરવામાં આવે તો આજે બપોરના ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ કરવામાં આવશે. ભારતીય અંડર 19 ટીમની વાત કરવામાં આવે તો ઉદય સહારન (કેપ્ટન), સચિન ધસ, અરશિન કુલકર્ણી, અરવેલ્લી અવનીશ (વિકેટકીપર), આદર્શ સિંહ, ઇનેશ મહાજન (વિકેટકીપર), રૂદ્ર પટેલ, પ્રિયાંશુ મોલિયા, મોહમ્મદ અમાન, મુશીર ખાન, સૌમ્ય પાંડે, અંશ ગોસાઈ, ધનુષ ગોવડા, આરાધ્યા શુક્લા., રાજ લિંબાણી, નમન તિવારી, પ્રેમ દેવકર, મુરુગન અભિષેકનો સમાવેશ થાય છે.

નંબર 1 ટેસ્ટ બોલર
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. આખરે તેને તે મળી ગયું જેનો તે ખરેખર હકદાર હતો. જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચમાં બુમરાહે 15 વિકેટ લઈને નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. તેણે નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં તે એકમાત્ર એવો બોલર છે જેણે દરેક ફોર્મેટમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.