મેચ દરમિયાન મેદાન પર અમ્પાયરનું થયું મોત, ક્રિકેટ જગતમાં શોકની લહેર

Umpire Death: મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અમ્પાયરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે અમ્પાયરિંગ કરી રહ્યા હતા અને અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેને દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. અચાનક આવું થતાની સાથે તમામ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો: રિયાન પરાગે હાંસલ કરી મોટી સિદ્ધિ, આ મામલે અજિંક્ય રહાણેને પાછળ છોડી દીધો
અમ્પાયરની તબિયત ખરાબ હતી
મેચ જે ચાલી રહી હતી તેની 11મી ઓવર હતી. આ સમયે માલગાંવકર સ્ક્વેર લેગ પર અમ્પાયરિંગ કરી રહ્યા હતા. આ ઓવરના 2 બોલ નાખવામાં આવ્યા પછી તરત જ તે બેભાન થઈ ગયા હતા. દિવસની શરૂઆતમાં, અમ્પાયરની તબિયત ખરાબ હતી. પરંતુ તેણે અમ્પાયરિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ નિર્ણય તેમના અને તેમના પરિવાર માટે ઘાતક સાબિત થયો હતો અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.