ઉનાના કોળીવાડામાં ધૂળેટીના દિવસે રમવામાં આવે છે અઠિંગો દાંડિયા રાસ

ઉનાઃ ગુજરાતમાં સામાન્ય રીતે લોકો લગ્નપ્રસંગ અને નવરાત્રીના સમયે ગરબા રમતા જોવા મળે છે, પણ ઉના શહેરમાં કોળીવાડા વિસ્તારમાં ધૂળેટી અને બીજા દિવસે ખાસ એક દાંડિયાથી રાસ રમવામાં આવે છે. વર્ષોથી પંરપરાગત ધુળેટીના દિવસે અને બીજા દિવસે આ ખાસ અઠીંગો રાસ રમવામાં આવે છે. સાંજના સમયે ખેલૈયાઓ એક હાથમાં એક મોટો લાકડાંના દાંડિયાથી આ રાસ જોડીમાં રમવામાં આવે છે.
આ રાસ ઉના શહેરમાં કોળી સમાજમાં જ રમવામાં આવે છે. જેથી અહીં કોળી સમાજના આગેવાનો એકઠા થાય છે. આજ કાલ હવે ડીજેના તાલે રાસ ગરબા રમવામાં આવે છે. તેના બદલે અહીં પરંપરાગત આ રાસ ઢોલ અને શરણાઈના તાલે રમવામાં આવે છે. ખેલૈયાઓને રાજકીય અને કોળી સમાજના આગેવાનો હાર પહેરાવે છે અને ત્યારબાદ ચોકલેટનું વિતરણ કરે છે. ખેલૈયાઓ હોશે હોશે આ રસની રમઝટ બોલાવે છે.