September 8, 2024

Union Budget 2024: નાણામંત્રીની આ જાહેરાત સુરતના હીરા ઉદ્યોગ માટે બનશે આશીર્વાદ

Union Budget 2024: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના 11માં અને પોતાના ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો સહિત જુદા જુદા સેક્ટર્સ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. બજેટમાં દેશના હીરા ઉદ્યોગને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે ભારત ડાયમંડ કટિંગ અને પૉલિશિંગ ઇન્ડસ્ટ્રીમાં એક વર્લ્ડ લીડર છે. ભારતમાં આ કામ કરવા માટે કુશળ કર્મચારીઓ છે. મહત્વનું છે કે, સમગ્ર દેશ જ નહિ સમગ્ર દુનિયામાં સુરત હીરા ઉદ્યોગમાં અગ્રેસર છે.

સીતારમણે વધુમાં કહ્યું કે સરકારે આ ક્ષેત્રના વિકાસ પર વિચાર કર્યો છે. અમે દેશમાં રફ હીરાનું વેચાણ કરતી વિદેશી માઇનિંગ કંપનીઓને સલામત દરો ઉપલબ્ધ કરાવીશું. નાણામંત્રીની આ જાહેરાત દેશમાં હીરાના વ્યવસાયને નવી દિશા આપી શકે છે. જણાવી દઈએ કે ભારતમાં પ્રાચીન સમયથી હીરાનું ખાનન કરવામાં આવી રહ્યું છે. 1726માં બ્રાઝિલમાં હીરાની શોધ થઈ તે પહેલાં ભારત વિશ્વનું એકમાત્ર એવું સ્થળ હતું જ્યાં હીરાનું ખનન કરવામાં આવતું હતું.

READ MORE: Union Budget 2024: બજેટમાં મધ્યમ વર્ગ માટે જાણો શું થયું સસ્તું?

ક્યાં-ક્યાં થાય છે હીરાનું કામ?
ઉલ્લેખનીય છે કે ભારતીય હીરાના વેપારીઓ વિશ્વમાં હીરાના ટોચના નિકાસકારોમાંના એક છે. વિશ્વભરમાં હીરાની નિકાસમાં ભારતનો હિસ્સો 70 ટકા છે. એશિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં હીરાની ખાણકામ થાય છે. ગુજરાતનું સુરત શહેર ભારતમાં હીરાના વ્યવસાયનું કેન્દ્ર ગણાય છે. સુરત હીરાના કટિંગ અને પોલિશિંગનું કેન્દ્ર છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ હીરાનું કામ કરવામાં આવે છે.

READ MORE: Union Budget 2024: ખેત ઉત્પાદન વધારવા માટે સરકાર પગલાં ભરશે, રિસર્ચને પ્રોત્સાહન અપાશે 

હીરા ઉદ્યોગમાં સુરત વિશ્વમાં મોખરે
સુરતમાં લાંબા સમયથી ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું કામ મોટા પાયે કરવામાં આવે છે. પોલિશ્ડ હીરાની વાત કરીએ તો તેના વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો 90 ટકા જેટલો માનવામાં આવે છે. ભારત ઉપરાંત ચીનના ગુઆંગઝુ અને શેંઝેનમાં પણ ડાયમંડ પોલિશિંગનું કામ થાય છે, પરંતુ સુરતની સરખામણીમાં તે ક્યાંય નથી. આ બિઝનેસને લઈને ભારત સરકારની જાહેરાતથી તેની સાથે જોડાયેલા લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.