September 17, 2024

ગાંધીનગરના વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર બનાવેલા અનોખા ગણેશ

ગાંધીનગર: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દરેકે દરેક જગ્યાએ જાહેર કાર્યક્રમોની સાથે સાથે નગરજનો પોતાના ઘરે પણ ગણપતિ દાદાનું સ્થાપન કર્યું છે. ત્યારે, કેટલાંક એવા ભક્તો પણ છે જે અનોખી રીતે બાપ્પાનું સ્થાપન કરતાં હોય છે. ગાંધીનગર ખાતે એક દંપતીએ વેસ્ટમાંથી બેસ્ટ થીમની સાથે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે.

ગાંધીનગર ખાતે એક દંપતીએ વેસ્ટ કાર્ડબોર્ડ, થર્મોકોલ, પુઠાથી અનોખી થીમ પર ગણપતિની પ્રતિમાનું સ્થાપન કર્યું છે. દંપતીએ ખૂબ જ ઓછા ખર્ચે વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર ગણપતિનું મંદિર તૈયાર કર્યું છે. દંપતીએ પોતાના વિશિષ્ટ ગણેશને લઈને જણાવ્યું છે કે આ વર્ષે તેમણે વેસ્ટ કાર્ડબોર્ડ, થર્મોકોલ, પુઠાનો ઉપયોગ કરીને વેસ્ટ માંથી બેસ્ટ થીમ પર 6 ફૂટની થીમ તૈયાર કરી છે.

તેમણે, વધુમાં જણાવ્યું કે તેઓ વર્ષ 2017થી બનાવવાનું કામ કરી રહ્યા છે. ચોમાસાની સિઝન દરમિયાન વેસ્ટ કચરો શોધી ને તેમાંથી બેસ્ટ બનાવે છે. આ થીમ બનાવતા તેમને 12 થી 15 દિવસનો સમય લાગ્યો છે. આ દંપતી આર્કિટેક ના વ્યવસાય સાથે સંકળાયેલ છે.