CM યોગી દિલ્હીમાં PM મોદીને મળ્યા, પ્રયાગરાજ કુંભ મેળામાં હાજરી આપવા આપ્યું આમંત્રણ
CM Yogi Met PM Modi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મળતી માહિતી મુજબ, CM યોગીએ PM મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે, જેમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath met Prime Minister Narendra Modi in Delhi, today.
(Pics: PMO/X) pic.twitter.com/LpauwYTJUN
— ANI (@ANI) January 10, 2025
રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું
અગાઉ, સીએમ યોગીએ 30 ડિસેમ્બરે 2024એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી પ્રયાગરાજ કુંભ મેળામાં હાજરી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
‘કુંભવાણી’ એફએમ ચેનલ શરૂ થઈ
CM યોગી આદિત્યનાથે શુક્રવારે મહાકુંભ 2025 સંબંધિત માહિતી પ્રસારિત કરવા માટે એફએમ ચેનલ ‘કુંભવાણી’નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રસાર ભારતીએ મહાકુંભ વિશે વ્યાપક માહિતી પ્રસારિત કરવા માટે OTT-આધારિત કુંભવાણી FM ચેનલ શરૂ કરી છે. 10 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે 5.55 થી રાત્રે 10.05 વાગ્યા સુધી કુંભ મેળા સંબંધિત પ્રસારિત થશે.