June 28, 2024

ત્રણ મહિનામાં 100% સુધીનું રિટર્ન, આ 4 કંપનીઓની આગળ Nifty50 પણ ફેલ

Multibaggers Stock: છેલ્લા કેટલાક દિવસો દરમિયાન શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. કેટલાક દિવસો બજાર રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યું તો કેટલાક દિવસો તે ઘટી જતું હતું. પરંતુ આ બધાની વચ્ચે કેટલીક કંપનીઓના શેરોએ રોકાણકારોને નિરાશ કર્યા નથી. તેમનું પ્રદર્શન નિફ્ટી 50 કરતા વધુ સારું રહ્યું છે.

1- ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ ત્રાવણકોર
છેલ્લા એક સપ્તાહમાં આ શેરની કિંમતમાં 41.2 ટકાનો વધારો થયો છે. ત્યાં જ 3 મહિના સુધી હોલ્ડિંગ કરનારા રોકાણકારોને અત્યાર સુધીમાં 72.4 ટકાનો ફાયદો થયો છે. શુક્રવારે કંપનીનો શેર 2.81 ટકાના ઉછાળા સાથે રૂ.1181 પર બંધ થયો હતો. શુક્રવારે કંપનીનો શેર રૂ. 1187ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

2- મઝગાંવ ડોક બિલ્ડર્સ
શુક્રવારે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરનો ભાવ 2.33 ટકા ઘટીને રૂ. 3894.30 પર બંધ થયો હતો. જો કે છેલ્લા એક સપ્તાહમાં શેરના ભાવમાં 17.5 ટકાનો વધારો થયો છે. ત્યાં જ શેરે 3 મહિનામાં પોઝિશનલ રોકાણકારોને 116.50 ટકા વળતર આપ્યું છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન પૈસા રાખનારા લોકોનું રોકાણ બમણું થઈ ગયું છે.

આ પણ વાંચો: મોદી 3.0ની અસર! સરકારી કંપનીઓના શેરમાં છેલ્લા 10 દિવસમાં જબરદસ્ત ઉછાળો

3- મેટ્રો બ્રાન્ડ્સ
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શેર 2 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ. 1265 પર બંધ થયો હતો. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કંપનીના શેરના ભાવમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યાં જ જે રોકાણકારો 3 મહિનાથી સ્ટોક ધરાવે છે, તેમને અત્યાર સુધીમાં 10 ટકાનો નફો મળ્યો છે.

4- AIA એન્જિનિયરિંગ
ગત સપ્તાહે આ સ્ટોકની કિંમતોમાં 10.90 ટકાની વૃદ્ધિ થઇ છે ત્યાં જ 3 મહિનાથી આ સ્ટોકને હોલ્ડ કરનારા લોકોને અત્યાર સુધીમાં 16 ટકાનો લાભ થયો છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં નિફ્ટી50માં 0.70 ટકા અને 3 મહિનામાં 7.9 ટકાનો વધારો થયો છે.

(આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)