July 3, 2024

નવા વર્ષમાં બદલાયા UPIના નિયમો, આ લોકોના ખાતા થશે બંધ, શું થશે અસર ?

UPI - NEWSCAPITAL

આજે નવા વર્ષનો પહેલો દિવસ છે અને દરેક વ્યક્તિ આ દિવસે નવી શરૂઆત કરે છે. જ્યારથી દેશમાં ડિજિટલ પેમેન્ટનો વિકલ્પનો આરંભ થયો છે ત્યારથી દેશમાં રોકડ વ્યવહારો ઘટી રહ્યા છે અને લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વધુને વધુ આગળ વધી રહ્યા છે. ભારતમાં વર્ષ 2023માં રેકોર્ડ સંખ્યામાં UPI ચુકવણીઓ થઈ હતી. વર્ષ 2016માં જ્યારે UPIની શરૂઆત થઈ ત્યારથી ઓનલાઈન પેમેન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. મોટી સંખ્યામાં લોકો ગૂગલ પે, ફોન પે અને પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છે. દેશમાં નવા વર્ષ નિમિત્તે UPI નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. યુપીઆઈ યુઝર્સ માટે નવા નિયમો આજથી એટલે કે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે.UPI - NEWSCAPITALNPCIએ જાહેર કરી માર્ગદર્શિકા 

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI નો ઉપયોગ કરનારાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ, જો તમે એક વર્ષથી તમારા UPI એકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી, તો તમારું UPI ID બંધ થઈ જશે. NPCI એ આવા નંબરો અથવા UPI ID ને નિષ્ક્રિય કરવાના નિર્દેશ આપ્યા છે. હવે તમે UPI દ્વારા વધુ રકમનો વ્યવહાર કરી શકશો. હવે તમે એક દિવસમાં 1 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી શકશો. 8 ડિસેમ્બર, 2023 ના રોજ, આરબીઆઈએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શનમાં પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરે છે, તો તેણે 1.1 ટકાની ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો : PM Modiએ કર્યું અયોધ્યા એરપોર્ટનું ઉદ્ધાટન, જાણો કેટલું હશે ભાડું
UPI - NEWSCAPITALછેતરપિંડી અટકાવવાનાં પગલાં

છેતરપિંડી અટકાવવા પણ પગલાં લેવાયા છે. જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત કોઈને 2,000 રૂપિયાથી વધુનું પેમેન્ટ કરે છે, તો તેના પર ચાર કલાકનો પ્રતિબંધ લાદવામાં આવશે, એટલે કે, 4 કલાકની સમય મર્યાદા હશે, જેથી તે છેતરપિંડીની ફરિયાદ કરી શકે. આમ વર્ષના આરંભે જ ઓનલાઈન પેમેન્ટને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેથી ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતાં લોકો માટે છેતરપિંડીથી બચવા અને સરળ ઓનલાઈન પેમેન્ટના વિકલ્પ મળી શકે.