November 22, 2024

WHOની કમિટીમાં ભારતીયની એન્ટ્રી, ખરા અર્થમાં કરે છે ‘સેવા’

અમેરિકા: “ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની”… વિદેશમાં રહેતા ભારતીયો પણ ભારતની છબી વધારે ઉજળી અને ભારત દેશનું નામ રોશન કરે છે. જેમાં દરેક ભારતીયને ગર્વનો અનુભવ થાય છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન  (WHO)ના બોર્ડમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ભારતીય મૂળના ડૉક્ટરની પસંદગી કરવામાં આવી છે. ડૉ. વિવેક બીજી વખત અમેરિકાના પ્રતિનિધિ તરીકે WHOના એક્ઝિક્યુટિવ બોર્ડમાં જોડાશે.

આ પણ વાચો:  બાંગ્લાદેશમાં પાંચમી વખત “હસીના” સરકાર, તોડ્યો આ રેકોર્ડ

ડૉ.વિવેકનો કર્ણાટક સાથે સંબધ
ડૉ.વિવેક મૂર્તિ મૂળ કર્ણાટકના છે. ડૉ.વિવેક મૂર્તિનો પરિવાર કેનેડિયન પ્રાંત ન્યુફાઉન્ડલેન્ડમાં તેઓ નાના હતા ત્યારે રહેવા ગયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ડૉ.વિવેક મૂર્તિ પહેલી વખત જયારે અમેરિકા આવ્યા ત્યારે તેમની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. 1978માં અહીં આવ્યા બાદ મૂર્તિના પિતાને ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરનું પદ મળ્યું હતું. ત્યાર બાદ ડૉ. વિવેકે યેલ સ્કૂલ ઑફ મેડિસિનમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ ડૉક્ટર હોવાની સાથે વૈજ્ઞાનિક, ઉદ્યોગસાહસિક અને લેખક તરીકે પણ જાણીતા છે.

ડો.વિવેકની ટીમમાં આરોગ્ય અધિકારીઓ
હાલ ડૉ. વિવેક મૂર્તિ તેમની પત્ની ડૉ. એલિસ ચેન અને તેમના બે બાળકો સાથે વૉશિંગ્ટનમાં રહે છે. વૉશિંગ્ટનમાં તેઓ લોકોને સારવાર માટે ઓછી ફી સાથે સેવા આપી રહ્યા છે. આ કારણ છે કે ડૉ. વિવેક અમેરિકાની પબ્લિક હેલ્થ સર્વિસના કમિશન્ડ કોર્પ્સમાં વાઈસ એડમિરલનું પદ પણ ધરાવે છે. યુએસ સર્જન જનરલને દેશના સૌથી મોટા ડોક્ટર ગણવામાં આવે છે. જે ડોક્ટરને નિયુક્ત કરવામાં આવે છે તે તબીબની ફરજ વૈજ્ઞાનિક માહિતીના આધારે દેશ માટે શ્રેષ્ઠ આરોગ્ય નીતિ તૈયાર કરવાની છે. આ સાથે જ સર્જન જનરલ ન્યાયપૂર્ણ માર્ગદર્શન અને સંસાધનોના યોગ્ય ઉપયોગ માટેની પણ જવાબદારી હોય છે.

આ પણ વાચો: ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા હિન્દુ નેતા