March 15, 2025

જેડી વાન્સના એક નિવેદનથી ભારતીયોમાં વધી ચિંતા! ગ્રીન કાર્ડ પર કહી દીધી આવી વાત

America: ગ્રીન કાર્ડ અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના નિવેદનથી અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતા ચોક્કસપણે વધી ગઈ હશે. વાન્સે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ગ્રીન કાર્ડનો અર્થ એ નથી કે કોઈપણ વિદેશી અમેરિકામાં અનિશ્ચિત સમય માટે સ્થાયી થઈ શકે છે. તેમણે કહ્યું કે આ અમેરિકામાં કાયમી રોકાણની ગેરંટી આપતું નથી.

એક ઇન્ટરવ્યુમાં, જેડી વાન્સે કહ્યું, ‘ગ્રીન કાર્ડ ધારકોને અમેરિકામાં અનિશ્ચિત સમય માટે રહેવાનો અધિકાર નથી.’ આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મામલો નથી. રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. અમે અમેરિકન નાગરિકો તરીકે કોને અમારા રાષ્ટ્રીય સમુદાયમાં સામેલ કરવાનો નિર્ણય લઈએ છીએ.

વાન્સે કહ્યું, ‘જો સેક્રેટરી ઓફ સ્ટેટ અને રાષ્ટ્રપતિ નક્કી કરે કે આ વ્યક્તિ અમેરિકામાં ન હોવી જોઈએ, તો તે વ્યક્તિને અહીં રહેવાનો કોઈ કાનૂની અધિકાર નથી.’ ગ્રીન કાર્ડનો સામાન્ય અર્થ આ છે. કોલંબિયા યુનિવર્સિટીના સ્નાતક અને ગ્રીન કાર્ડ ધારક વિદ્યાર્થી મહમૂદ ખલીલની ધરપકડના પ્રતિભાવમાં વેન્સનું નિવેદન આવ્યું છે. ખલીલને ઇઝરાયલ-હમાસ યુદ્ધ સામેના વિરોધ પ્રદર્શનમાં ભૂમિકા ભજવવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં ફૂટપાથ પર માતા સાથે સૂતેલી બાળકીનું મધરાતે અપહરણ, ગુપ્તાંગમાં દુખાવો થતા દુષ્કર્મ થયાની આશંકા

ગ્રીન કાર્ડ એ યુએસ નાગરિકતાનો માર્ગ છે
ગ્રીન કાર્ડ એ એક પ્રકારનું યુએસ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ છે, જે સત્તાવાર રીતે વિદેશી નાગરિકોને અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ આધારે સ્થળાંતર કરનારાઓ અમેરિકન નાગરિકતા માટે પણ અરજી કરી શકે છે. ગ્રીન કાર્ડની મદદથી મોટી સંખ્યામાં ભારતીય લોકો અમેરિકામાં રહે છે. અમેરિકામાં લગભગ 28 લાખ ભારતીયો પાસે ગ્રીન કાર્ડ છે.