December 4, 2024

વોટ્સએપમાં આવ્યું ઉપયોગી ફીચર!

અમદાવાદ: વોટ્સએપ પોતાના વપરાશકર્તા માટે સતત અપડેટ લઈને આવે છે. ફરી એક વખત એવું જ નવું ફીચર આવી ગયું છે. આ ફીચર આવ્યા બાદ ફોટો અને વીડિયો શેર કરવાનું પહેલા કરતા હવેથી સરળ રહેશે.

વીડિયો શેર કરવાનું સરળ
WhatsApp વિશ્વભરમાં તેના લાખો વપરાશકર્તાઓ માટે એપ્લિકેશનમાં નવી નવી અપડેટ ઉમેરતું રહે છે. મેટાનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન તેમજ વિન્ડોઝ પીસી અને વેબ બ્રાઉઝર પર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જેના થકી વપરાશકર્તા ફોટો અને વીડિયો ફાસ્ટ શેર કરી શકે છે. હાલમાં કોમ્યુનિટી અને ગ્રુપ ચેટિંગ, વોઇસ નોટ્સ, સ્ટીકર્સ જેવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવું ફીચર હવે ખુબ ઉપયોગી બનશે. જેમાં ફોટો અને વીડિયો શેર કરવાનું સરળ રહેશે.

જોડાયેલ કાર્ય સુવિધા
WhatsAppએ iOS એટલે કે iPhone યુઝર્સ માટે આ ફીચરને એડ કરવામાં આવ્યું છે. WhatsAppના iOS 24.7.75 વર્ઝન સાથે યુઝર્સને ફોટો અને વીડિયો શેર કરવાનો નવો અનુભવ મળી રહેશે. જોકે Meta તેની મેસેજિંગ એપ માટે ઘણા AI ફીચર્સ પણ લાવી રહ્યું છે. જેના કારણે આ ફીચરને ઓનલી બીટા યુઝર્સ માટે જ બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે આ ફીચર તમામને મળી રહેશે.

રિપોર્ટ અનુસાર
WABetainfoના રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર, યુઝર્સે હવે તેમના iPhoneની ફોટો લાઇબ્રેરીને એક્સેસ કરવા માટે માત્ર એક જ ટેપ કરવાનું રહેશે. આ બાદ તમને શોર્ટકટ બટન મળશે, જેના પર ટેપ કર્યા બાદ ફોનની ફોટો લાઇબ્રેરીનમાં તમને જઈ શકશો. હાલમાં પિન આઈકોન પર ટેપ કરવું પડે છે અને તે બાદ તેમાં વીડિયો મોકલવાનો ઓપ્શન આપવામા આવે છે. વપરાશકર્તાઓ ડાયરેક્ટ + બટન પર ટેપ કરીને તેમના ફોનની લાઇબ્રેરીને ઍક્સેસ કરી શકશે. આ સાથે તમને એ પણ ફાયદો મળશે કે તમે તેના પર ડબલ ટેપ કરીને તરત જ વિડિઓને ફોરવર્ડ અને રીવાઇન્ડ કરી શકશો. જો આ સુવિધા તમારા iPhoneમાં ઉપલબ્ધ નથી, તો તમારે Apple App Store પરથી તેનું નવીનતમ સંસ્કરણ ડાઉનલોડ કરવાનું રહેશે.