January 10, 2025

ઉત્તરાયણના દિવસે ઇમર્જન્સી કેસમાં વધારો થવાની શક્યતા, 30 ટકાના વધારાનું અનુમાન

અમદાવાદઃ ઉત્તરાયણમાં ઇમર્જન્સી કેસમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તરાયણમાં ઇમર્જન્સી કેસમાં 30 ટકા વધારો થવાનું અનુમાન છે. વાસી ઉતારાયણમાં 20 ટકા વધારાની શક્યતા છે.

ઉત્તરાયણના દિવસે દોરીથી ગળા કપાવવાની, અકસ્માત થવાની શકયતાઓ સામે EMRIની તૈયારી રાખવામાં આવી છે. દૈનિક 3 હજાર લોકો 108ની ઇમર્જન્સી મદદ લે છે. ઉત્તરાયણના દિવસે EMRIને 4 હજાર કોલ આવવાનો અંદાજ છે.

ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની શક્યતાઓ વધુ છે. સૌથી વધુ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાંથી કોલ્સ વધુ આવે છે. આ વર્ષે 33માંથી 8-9 જિલ્લાઓમાં 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ છે.

તે દિવસે ધાબા પર મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઈને ઇમર્જન્સી મદદ માગવામાં આવે છે. રાજ્યભરમાં EMRIના 800થી વધુ 108 એમ્બયુલન્સ કાર્યરત રહે છે.