March 14, 2025

વડનગરમાં ભવાઈની પરંપરા અકબંધ, યુવાનોએ વેશભૂષા કરી પાત્રો ભજવ્યાં

વડનગરઃ વિસરાતી જતી ભવાઈને પરંપરાને આજે પણ વડનગરના યુવાનોએ જાળવી રાખી છે. હોળી પ્રગ્ટાવ્યાં પછી ચોકમાં એકઠાં થઈને વેશભૂષા સાથે ભવાઈનું આયોજન કરવામાં આવે છે.

વડનગરના નદીઓળ વિસ્તારમાં હોળીના દિવસે વેશભૂષા સાથે ભવાઈનો કાર્યક્રમ યોજાય છે. વિસરાતી જતી પરંપરાને આ વિસ્તારના ઠાકોર સમાજના યુવાનોએ જાળવી રાખી છે. સાંજે હોળી પ્રગટાવ્યા પછી ચોકમાં એકઠા થઈ ભવાઈ યોજી હતી. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, રાવણ સહિતના પાત્રો ભજવવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો ભવાઈ જોવા માટે એકઠા થાય છે.

બીજા દિવસે રાવણનો વધ કરી દાંડીયા રાસ રમવામાં આવે છે. વડનગરમાં નદીઓળ વિસ્તારમાં જ નહીં શહેરના અન્ય મહોલ્લાઓમાં પણ ભવાઈનું આયોજન કરવામાં આવે છે અને વિસરાતી પરંપરાને અકબંધ રાખે છે.