January 18, 2025

બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ, પરિવારના લોકો હજૂ પણ ન્યામ માટે ઝંખી રહ્યા છે

Vadodara Boat Harni Kand: 18 જાન્યુઆરી 2024 નો દિવસ વડોદરા માટે ગોઝારો સાબિત થયો હતો. આજે બોટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ થઈ ગયું હોવા છતાં પરિવારના લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા હરણી લેકઝોન ખાતેથી ન્યાય યાત્રા નીકાળી હતી. હરણી લેકઝોનથી પાલિકાની વડી કચેરી ન્યાય યાત્રા પહોંચશે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની થશે ટૂંક સમયમાં થશે જાહેરાત, આ ખેલાડીઓમાંથી કોણ બનશે વાઇસ કેપ્ટન?

અમારા બાળકો ગુમાવ્યા
શહેર પ્રમુખ ઋત્વિક જોષીએ કહ્યું કે મૃતકોના પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે. ખોટા દસ્તાવેજો બનાવી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. 365 દિવસ વીત્યા છતાં પરિવારોને ન્યાય નથી મળ્યો. આજે દુર્ઘટનાને વરસ પૂર્ણ થયું છતાં શાળા ચાલુ રાખવામાં આવી છે. રોષે ભરાયેલા વાલીઓએ અન્ય વાલીઓને અપીલ કરીને કહ્યું અમે તો અમારા બાળકો ગુમાવ્યા તમે કેમ મોતના સોદાગરો પાસે પોતાના બાળકોને મોકલો છો ?