વડોદરાના નાગરિકોને ઘરમાં જમવાનું નથી ભાવતું, ડ્રેનેજનું દૂષિત પાણી ઘરમાં ઉભરાયું તંત્ર નિદ્રામાં
Vadodara News: વિકાસની વાતો ગુજરાતમાં ખૂબ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત તો એવા કિસ્સા સામે આવે છે કે જેને જોઈને એવું લાગે છે કે આ વિકાસની વાતો ખાલી કહેવા પૂરતી જ બોલાતી હોય તેવું લાગે છે. નાના ગામડાઓ વિકાસ માટે ઝઝૂમી રહ્યા છે, પરંતુ મહાનગરોમાં પણ એવા કિસ્સા સામે આવે છે કે જેને જોઈને આંખ ચાર થઈ જાય.
લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા
વડોદરાના જાગૃતિ મહોલ્લાના લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. મહોલ્લામાં છેલ્લા એક મહિનાથી લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે. ડ્રેનેજના દૂષિત પાણીના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. વાત એટલેથી પૂરી થતી નથી ગંદા પાણીના કારણે એક યુવાન વ્યક્તિને ટાયફોઇડ થયો અને તેનું મોત પણ થઈ ગયું છે. અહિંયા રહેલા લોકોએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે.
આ પણ વાંચો: જામકંડોરણામાં શ્વાન બન્યું ‘યમરાજ’, 7 વર્ષના બાળકનો લીધો જીવ
અમને ઘરમાં જમવાનું પણ નથી ભાવતું
વોર્ડ 5ના ભાજપ કોર્પોરેટરો ડો હિતેન્દ્ર પટેલ, પ્રફુલા જેઠવા, નૈતિક શાહ અને તેજલ વ્યાસ પણ લોકોના વ્હારે આવ્યા નથી તેવું અહિંયાના નાગરિકો કહી રહ્યા છે. સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનોમાં રહેતા ગરીબોને જાતે રૂપિયા ખર્ચી નાખવી પડી રહી છે ડ્રેનેજ લાઇન. એક એક ઘરમાંથી 1500થી 5000 રૂપિયા લોકો ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નાંખવામાં આવી રહી છે. છેલ્લા 6 મહિનાથી કામ અધૂરું છે. નાગરિકોએ કહ્યું, અમને ઘરમાં જમવાનું પણ નથી ભાવતું, કુદરતી હાજતે કયા જઈએ તેને લઈ પણ વિચાર કરવો પડે છે. કોર્પોરેટર કે મનપાના અધિકારી અમારું સાંભળતા નથી.