વડોદરાના સાંસદે ટોલ ટેક્સમાં ઘટાડો કરવા ડો હેમાંગ જોશીએ નીતિન ગડકરીને કરી રજૂઆત
Vadodara News: વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં 60 ટકા વધારો કરાતા સાંસદે રજૂઆત કરી છે. સાંસદ ડો હેમાંગ જોશીએ ટોલ ટેક્સમાં ઘટાડો કરવા માગ કરી છે. છેલ્લા એક મહિનાથી અચાનક કરજણ ટોલ પ્લાઝા પર ટેક્સમાં 60 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી શુભારંભ
60 ટકાનો અચાનક વધારો
છેલ્લા એક મહિનાથી અચાનક કરજણ ટોલ પ્લાઝા પર ટેક્સમાં 60 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂપિયા 155 ટોલ ટેક્સ વધારીને સીધો રૂપિયા 230 કરી દેવામાં આવ્યો છે. વડોદરાથી ભરૂચ-સુરત તરફ જતા 1 લાખ કરતા વધુ લોકો ટોલ ટેક્સ ચૂકવે છે. ટોલ પરથી 24 કલાકમાં બે વાર પસાર થતા વાહનો પાસેથી પણ વધુ ટેક્સ વસૂલાઈ રહ્યો છે.