વડોદરા પોલીસની મોટી કાર્યવાહી, 5 હજાર ચાઇનીઝ તુક્કલ સાથે 4ની ધરપકડ
વડોદરાઃ ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે વડોદરાના વાડી વિસ્તારમાં પતંગ બજાર ગેંડીગેટ ચિત્તેખાનની ચાલીમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને ગુબ્બાર ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, પોલીસે યુનિયન પતંગ સ્ટોરમાંથી 109 ગુબ્બારા સાથે માલિકની ધરપકડ કરી હતી. પોલીસે માલિક અલીઅસગર ઇકબાલ પાદરીયાની ધરપકડ કરી હતી. વેપારી અલીઅસગર પાદરીયા ધરપકડ કરતા રેલો પાંચ વેપારી સુધી પહોંચ્યો હતો.
વેપારી જથ્થો મચ્છીપીઠમાં રહેતા મોહમ્મદ કાસિમ કાદરી પાસેથી લાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોહમ્મદ કાસિમ કાદરીના ત્યાં દરોડા પાડતા વધુ ત્રણ વેપારીના નામ સામે આવ્યા છે. દરોડા પાડતા અન્ય ત્રણ વેપારીઓ પણ પોલીસની ચુંગાલમાં આવી ગયા હતા.
વેપારીઓ પાસેથી 1.26 લાખની કિંમતના 5135 ગુબ્બારા કબ્જે કર્યા છે. પાંચે આરોપીઓ સામે અલગ અલગ ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે વેપારી મોહમ્મદ કાસિમ કાદરી, ઇસ્માઇલ આબેદીન મેવલીવાલા, મોહમ્મદ અબ્બાસભાઈ કેમ્પવાલા અને રફીક ઉસ્માનભાઈ ગોલાવાલાની ધરપકડ કરી હતી.