March 16, 2025

વડોદરા પોલીસ એકશનમોડમાં… રક્ષિતકાંડ બાદ દારૂ પીને વાહન હંકારનાર 31 લોકોની કરી અટકાયત

Vadodara: વડોદરામાં રક્ષિતકાંડ બાદ વડોદરા પોલીસ સફાળી જાગી ગઈ છે. દારૂ પીને વાહન ચલાવનાર 31 ચાલકોની અટકાયત કરી છે. આ સિવાય શંકાસ્પદ નંબર અને નંબરપ્લેટ વગરના 50 વાહનો ચલાવનારાઓને પણ પોલીસે ઝડપી પાડયા હતા.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં સતત નશામાં ધૂત થઈ લોકો વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. બે દિવસ અગાઉ રક્ષિત ચોરસિયાએ અકસ્માત સર્જ્યો હતો. જેમા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ વડોદરા પોલીસ એક્શનમોડમાં છે. વડોદરા પોલીસે દારૂ પીને વાહન ચલાવનાર 31 લોની અટકાયત કરી છે. જ્યારે હથિયાર સાથે ફરતા ચાર ઈસમો પણ ઝડપાયા હતા. પોલીસે 207 હેઠળ 75 વાહનો ડીટેઈન કર્યા હતા. તો દારુની હેરાફેરીનો એક કેસ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી-UPમાં વરસાદની આગાહી, અનેક રાજ્યમાં ગરમીને લઈ આપ્યું એલર્ટ