November 24, 2024

પોસ્ટર વોર મામલે રંજનબેનનું નિવેદન – કોંગ્રેસની માનસિકતા જ આવી છે!

vadodara ranjanben bhatt poster controversy one accused detained

આરોપી હરેશ ઓડ - ફાઇલ તસવીર

વડોદરાઃ સાંસદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવનારા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા હરેશ ઓડ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તે કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે રંજનબેન ભટ્ટે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ‘કોંગ્રેસના કાર્યકરે આ કાવતરું ઘડ્યું હતું. કોંગ્રેસનું કાવતરું સામે આવી ગયું છે. કોંગ્રેસની માનસિકતા જ આવી છે.’

vadodara ranjanben bhatt poster controversy one accused detained
વડોદરામાં સાંસદ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

રંજનબેને પહેલા જ વ્યક્ત કરી હતી શંકા
આ અંગે રંજનબેન ભટ્ટ કહે છે કે, ‘જેમણે મારા વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યા છે તે એક વ્યક્તિ જ છે. જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તે ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરી રહ્યા છે. આટલા દિવસથી નેગેટિવિટીથી કામ કરી રહ્યા હતા. છેલ્લા દસ વર્ષથી વડોદરાની સેવા કરી છે. પાર્ટીના સભ્યો અને કાર્યકરોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે. પાર્ટીએ ત્રીજીવાર મને રિપિટ કરી છે, ત્યારે વડોદરાના લોકો ખુશ છે, કાર્યકર્તાઓ ખુશ છે. મારી સાતેય વિધાનસભાના ધારાસભ્યો દરરોજ સંમેલન દ્વારા સ્વાગત-સન્માન કરે છે. આગામી દિવસોમાં અમે માઇક્રો પ્લાન કરીશું. છેલ્લા કેટલાય દિવસથી આ ચાલતું હતું, હું બોલતી નહોતી. ત્યારે હવે આ ચલાવી લેવાશે નહીં. વડોદરા અને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ છે. પોલીસ પણ તેમની કામગીરી કરશે. કાર્યકર્તા અને અમે સાથે રહીને પ્રચાર કરીશું. વડોદરાની જનતા વચ્ચે જઈ રહ્યા છીએ. જે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે, તે બહુ ખોટું કરી રહ્યા છે.’