December 27, 2024

વડોદરામાં દારૂબંધીના ધજાગરા, રોયલ મેળાના ગેટ બહાર દારૂની બોટલ-પોટલીઓનાં ઢગલા

વડોદરાઃ રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડની દુર્ઘટના બાદ વધુ એકવાર રોયલ મેળો ચર્ચામાં આવ્યો છે. રોયલ મેળામાં ખુલ્લેઆમ દારૂબંધીના ધજાગરા જોવા મળ્યા છે. રોયલ મેળાની પ્રિમાઇસિસમાં દારૂની મહેફિલ ચાલતી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રોયલ મેળાના ગેટની બહાર દારૂની બાટલીઓ જોવા મળી રહી છે. દેશી દારૂની પોટલીઓનાં ઢગલાં જોવા મળ્યા છે. મોટી માત્રામાં દારૂની બોટલો અને પોટલીઓનાં ઢગલા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે ખુલ્લેઆમ આ રીતે દારૂની બોટલો અને પોટલીઓ મળી આવતા વડોદરા પોલીસની કામગીરી પર સવાલ ઉભો થાય છે.