લ્યો બોલો… DAP ખાતરની ગુણીમાંથી નીકળ્યા 5 કિલો કાંકરા
DAP: છેલ્લા ઘણા મહિનાથી DAP ખાતરની ખૂબ માંગ વધી છે. દરેક જિલ્લાના ખેડૂતો ખાતરની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે વડોદરાના શિનોરમાં એક બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂતોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હોય તેવું જોવા મળ્યું. આવો જાણીએ સમગ્ર મામલો.
આ પણ વાંચો: એસ જયશંકર અમેરિકા જશે, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી
DAP ખાતરની ગુણીમાંથી નીકળ્યા કાંકરા
વડોદરાના શિનોર માં DAP ખાતરની ગુણીમાંથી કાંકરા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે લીધી હતી DAP ખાતરની ગુણી. ખેડૂતને પોતાના કરેલા મકાઈના ખેતીપાકમાં નાખવાનું હતું DAP ખાતર. ખેડૂતે ખેતરમાં DAP ખાતરની ગુણી ખોલતા ખબર પડી કે આમાં તો કાંકરા છે. ચોંકાવનારી વાત તો એ છે કે એક ગુણીમાંથી અંદાજિત 5 કિલો કાંકરા નિકળ્યા હતા. ગામના ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાં રજુઆત કરી છે. તેની સાથે મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર વડોદરા, કૃષિ વિભાગમાં રજૂઆત કરી છે.