રાજપીપળામાં વૈષ્ણવ સમાજ વૃંદાવનની જેમ 40 દિવસ ઉજવે છે રસિયા હોળી

પ્રવિણ પટવારી, નર્મદા: કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં રસિયા હોળી ઉજવામાં આવે છે. તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવામાં આવે છે.
રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે અને તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણએ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી. જેમાં ચોથું એ આ પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજ અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે. જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય અને 41મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે. જેમાં ખાસ કરીને કૃષ્ણએ ગોપીઓ સાથે રસિયહોલી ગોપીઓ સાથે રમવાની હોળી ખૂબ જ પ્રખ્યાત છે.
આમ તો હોળીએ રંગનો ઉત્સવ પરંતુ હાલ કુદરતી રંગોનું સ્થાન કેમિકલવાળા રંગોએ લેતા હવે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ગુલાબના ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી માનવામાં આવે છે. જેમાં મુખ્ય તો રશિયામાં કૃષ્ણ ભક્તિનો ભાવ જ હોય છે. જેમાં સંપ્રદાયની તમામ મહિલાઓ એકથી થઇ કૃષ્ણ મગ્ન થઇ રસિયા ગાય છે અને કૃષ્ણભક્તિમાં હોળી ગીતો ગાય છે.