લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચારનાર જિમ ટ્રેનરની ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં જિમ ટ્રેનરએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે જિમ ટ્રેનરે યુવતી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરીને છેડો ફાડી દેતા યુવતીની ફરિયાદના આધારે વટવા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.
વટવા પોલીસ દ્વારા અંકિતસિંઘ ઠાકુર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અંકિત વ્યવસાયમાં જિમ ટ્રેનર આ યુવકે પ્રેમના નામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરીને તરછોડી દેતા વટવા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો મણિનગરમાં રહેતી એક યુવતી બિઝનેશ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે. આ યુવતીને વજન વધારવું હતું. જેથી ઓનલાઈન ગૂગલ પર જિમને સર્ચ કરતા ઘોડાસરમાં ટ્રોન ફિટનેસ ફેકટરી બીગેસ્ટ જિમ એન્ડ ફિટનેસ સેન્ટર જોવા મળ્યું હતું અને યુવતીએ ઇન્સ્ટાગ્રામમાંથી જીમનો સંપર્ક કરીને ત્યાં મેમ્બરશીપ માટે પહોંચી હતી. આ દરમ્યાન આરોપી અકિતસિંઘ સંપર્કમાં આવ્યો હતો. જેને યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નનની લાલચ આપીને દુષ્કર્મ આચરીને તરછોડી દેતા યુવતીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અંકિતસિંઘ રાજપૂત છેલ્લા 10 વર્ષથી જિમ ટ્રેનર તરીકે કામ કરે છે. ટ્રોન ફિટનેસ જિમ તેના ભાઈનું છે. આ બંને ભાઈઓ જીમનું સંચાલન કરે છે. 29 માર્ચના રોજ યુવતી ઇન્કવાયરી માટે આવી હતી અને 1 એપ્રિલ થી જિમ જોઈન કર્યું હતું. અકિતસિંઘએ પ્રથમ દિવસથી યુવતીને પ્રેમજાળમાં ફસાવવા અડપલાં શરૂ કર્યા હતા. પરંતુ યુવતી ગુસ્સે થઈ જતા તેને માફી માંગી હતી. અને ત્યાર બાદ તેની સાથે મિત્રતા કરીને પ્રેમ સંબંધ શરૂ કર્યો. આરોપી યુવતીને શારીરિક સંબંધની માંગણી કરતો હતો. અને લગ્નની લાલચ આપી હતી. જેથી યુવતી વિશ્વાસમાં આવી જતા આરોપીએ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. બે વખત બળાત્કાર કર્યા બાદ જ્યારે યુવતીએ લગ્નની માંગ કરતા આરોપીએ ઇન્કાર કરી દિધો. પોતે રાજપૂત છે અને તું આદિવાસી છે જેથી લગ્ન નહિ થાય તેવું કહીને યુવતીને ધમકી આપીને તરછોડી દીધી હતી. પ્રેમીની આ કરતૂતને લઈને યુવતીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
વટવા પોલીસે આરોપી અકિતસિંઘ રાજપૂત વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. પરંતુ અન્ય કોઈ યુવતી સાથે આવું કઈ કર્યું છે કે નહિ તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે.