ગિરનાર લીલી પરિક્રમા માટે વેરાવળ ડેપોનું ખાસ આયોજન, મુકાશે 45 એકસ્ટ્રા બસો
ગીર સોમનાથ: આગામી 12 નવેમ્બરના રોજથી જૂનાગઢના ગિરનાર ખાતે લીલી પરિક્રમા શરૂ થનાર છે. પરિક્રમા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો જુનાગઢ આવતા હોય છે. ત્યારે, જુનાગઢની લીલી પરીક્રમાને લઈને વેરાવળ ડેપો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ અને યાત્રિકોની સુવિધા માટે વેરાવળ ડેપો દ્વારા એકસ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જુનાગઢની ગિરનાર લીલી પરિક્રમાને લઈને વેરાવળ એસટી ડેપો દ્વારા 45 એક્સ્ટ્રા બસો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારમાં પણ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી અને તેનાથી એસટીને સારી એવી આવક થઈ હતી. દિવાળી દરમિયાન વેરાવળ ડેપો દ્વારા તહેવારોમાં 18 લાખથી વધુની આવક થઈ હતી.
ત્યારે, હવે પરિક્રમાને લઈને લઈને સોમનાથથી જુનાગઢ માટેની 45 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવાશે. જયારે, સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળા માટે પણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે.