September 10, 2024

કરોડો રૂપિયાની માલિક છે Vinesh Phoagat, જાણો કેટલી છે નેટવર્થ

Vinesh Phogat Net Worth: ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ હાલમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રાની ફાઇનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચી દીધો હતો. પરંતુ અફસોસ તેનું વજન વધારે હોવાના કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તેને હવે કોઈ મેડલ નહીં મળે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગટ કરોડોની માલિક છે. આવો જાણીએ તેની નેટવર્થ કેટલી છે.

અનેક માઈલસ્ટોન હાંસલ કર્યા
વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના થયો છે. તેમની જન્મભૂમિ હરિયાણાના ચરખી દાદરીમાં છે. તેણે પોતાની કારકિર્દીમાં અનેક માઈલસ્ટોન હાંસલ કર્યા હતા. તમને જણાવી દઈએ કે તે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે. વર્ષ 2019માં લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકિત થનારી પ્રથમ ભારતીય રમતવીર છે. તેણે 50 કિગ્રાની સેમિફાઇનલમાં યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને હરાવ્યો હતો. પરંતુ આજે સવારે તેમના માટે આવેલા સમાચાર ભારતના લોકોના દિલના ધબકારા વધી ગયા. 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તી ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લેવાની હતી, તેનું વજન વધારે હોવાના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે, તેથી હવે તેને કોઈ મેડલ નહીં મળે.. ચાલો તેની નેટવર્થ પર એક નજર કરીએ.

વિનેશ ફોગાટની નેટવર્થ કેટલી છે?
માય ખેલમાં આપેલી માહિતી પ્રમાણે 29 વર્ષની વિનેશ ફોગાટની કુલ સંપત્તિ 36.5 કરોડ રૂપિયા છે. કુસ્તી ઉપરાંત, તેને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને યુવા બાબતો અને રમત મંત્રાલય તરફથી પગાર પણ આપવામાં આવે છે. રમત મંત્રાલય તરફથી માસિક 50,000 રૂપિયાનો પગાર મળે છે. તેને વાર્ષિક 6 લાખ રૂપિયા મળે છે. આ સિવાય વિનેશ ફોગાટ બેઝલાઇન વેન્ચર્સ અને કોર્નરસ્ટોન સ્પોર્ટની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટને સિલ્વર મેડલ પણ કેમ નહીં મળે? જાણો શું છે નિયમ

વિનેશ ફોગાટની પ્રોપર્ટી
વિનેશ ફોગાટ હરિયાણામાં એક આલીશાન લક્ઝરી ઘર ધરાવે છે, જેમાં તે તેના પરિવાર સાથે રહે છે. આ સિવાય તેની પાસે અન્ય પ્રોપર્ટી પણ છે. વિનેશ ફોગાટનું કાર કલેક્શન પણ અદ્ભુત છે. એક માહિતી પ્રમાણે તેમની પાસે 3 કાર છે. ટોયોટા ફોર્ચ્યુનર છે જેની કિંમત 35 લાખ રૂપિયા છે. તેની પાસે ટોયોટા ઈનોવા છે જેની કિંમત 28 લાખ રૂપિયા છે. અને તેનો એક મર્સિડીઝ GLE છે જેની કિંમત 1.8 કરોડ રૂપિયા છે.