November 22, 2024

વિનેશ ફોગાટે કહ્યું- ટૂંક સમયમાં કરશે ‘સત્ય’નો ખુલાસો, પેરિસ ઓલિમ્પિકમાં શું થયું?

Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ ગુમાવી ચૂકેલી ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે, તે ટૂંક સમયમાં જ દેશ સામે સત્યનો ખુલાસો કરશે. વિનેશ દેશ સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે અને જણાવશે કે આખરે તેની સાથે શું થયું. વિનેશે કહ્યું કે હું જલ્દી તમારી સામે આવીશ અને આખી વાત કહીશ. મોટો સવાલ એ છે કે શું ફાઈનલ મુકાબલા પહેલા વિનેશ સામે કોઈ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું હતું? વિનેશ ફોગાટ ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો મુખ્ય ચહેરો હતી અને ઓલિમ્પિકમાં તેની ભાગીદારી પહેલા શોષણનો આરોપ લગાવ્યો હતો.

આવી સ્થિતિમાં વિનેશ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અનુભવ વિશે શું કહેવા માંગે છે તે અંગે ભારે ઉત્સુકતા છે. આના પર વિનેશે કહ્યું કે,”હાલમાં હું આ વિશે એટલું જ કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં હું આ સાથે તમારી સમક્ષ આવીશ અને તમને આખી વાત જણાવીશ.” તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા મહિલાઓની ફ્રી સ્ટાઈલમાં ફાઈનલ મેચમાં પહોંચી હતી. જોકે ફાઈનલ મેચના થોડા કલાકો પહેલા જ્યારે તેનું વજન નિયમ મુજબ માપવામાં આવ્યું ત્યારે તે નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું, જેના કારણે વિનેશ ફોગાટને ઈવેન્ટમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી.

આ પણ વાંચો: રમત રમતમાં ત્રણ વર્ષનું બાળક ગળી ગયું 3 બાય 3 સેન્ટિમીટરની ચાંદીની ગાય

સર્વ ખાપ પંચાયતે સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરી
વિનેશે આ કેસને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં પડકાર્યો હતો પરંતુ કોર્ટમાં નિર્ણય પણ વિનેશની વિરુદ્ધમાં આવ્યો હતો. આ રીતે વિનેશ માત્ર ગોલ્ડ મેડલ જ ચૂકી ન હતી, પરંતુ તે સિલ્વર મેડલ પણ મેળવી શકી નહોતી. હતાશામાં વિનેશે પેરિસ ઓલિમ્પિક દરમિયાન કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફર્રી છે. વિનેશનું દિલ્હી એરપોર્ટથી તેના ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારે રોહતકમાં વિનેશના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ ખાપ પંચાયતે તેને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરી હતી. ભારતમાં તેને ગોલ્ડ મેડલ વિજેતાની જેમ આદર આપવામાં આવ્યો હતો.

“અન્યાય થયો, સરકારે વિનેશ માટે પેરવી પણ ન કરી”
સર્વ ખાપ પંચાયતના અધિકારીએ પોતાના ભાષણમાં કહ્યું છે કે વિનેશ ફોગટ સાથે અન્યાય થયો છે, સરકારે વિનેશની વકીલાત પણ કરી નથી, પરંતુ ખાપ વિનેશ ફોગટનું સન્માન કરે છે, તેથી સમગ્ર હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ખાપ પ્રતિનિધિઓએ વિનેશનું સન્માન કર્યું છે. વિનેશ ફોગાટે કહ્યું કે જ્યારે અમે ખેલાડીઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમારો સમાજ મારી સાથે હતો. અમને હિંમત અને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. જ્યારે કોઈ ખેલાડીને તેના સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવે છે ત્યારે સારું લાગે છે. તે માત્ર મારા આદર નથી. જે છોકરીઓ કંઈક કરવા માંગે છે તેમના માટે આ સન્માનની વાત છે. તેણે કહ્યું કે મને દેશભરમાંથી પ્રેમ મળી રહ્યો છે, હું તેની આભારી છું. નિવૃત્તિમાંથી પરત ફરવાના પ્રશ્ન પર તેણીએ કહ્યું કે હું આ અંગે અત્યારે કંઈ કહી શકું તેમ નથી.