October 8, 2024

વિરાટ કોહલીએ આ ખેલાડીને આપ્યું ગિફ્ટ

Virat Kohli: કાનપુરમાં રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હાર આપી હતી. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો કે ફરી તમને વિરાટ માટે દિલમાં પ્રેમ જાગી જશે. આ મેચ બાદ વિરાટ કોહલીએ પોતાનું સન્માન દર્શાવતા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને એક બેટ ભેટમાં આપ્યું હતું. આ બેટ પર તેણે પોતાના હસ્તાક્ષર કર્યા હતા. શાકિબે તેની કારકિર્દીમાં 14,000 થી વધુ રન અને 700 થી વધુ વિકેટ લીધી છે. વિરાટ કોહલીએ અગાઉ આકાશદીપને બેટ ભેટમાં આપ્યું હતું.

કોહલીએ શાકિબને પોતાનું બેટ ગિફ્ટ કર્યું
કાનપુર ટેસ્ટની શરૂઆત પહેલા શાકિબ અલ હસને કહ્યું હતું કે જો સાઉથ આફ્રિકા સામેની સિરિઝ માટે તેની પસંદગી કરવામાં નહીં આવે તો ભારત સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ છેલ્લી મેચ હશે. આ સમયે વિરાટ મેદાનમાં શાકિબ સાથે વાત કરતો જોવા મળે છે. તે દરમિયાન કોહલીએ શાકિબને પોતાનું બેટ ગિફ્ટ કર્યું હતું. શાકિબે આ પહેલા ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

વિરાટ કોહલીએ આ પહેલા આકાશદીપને બેટ આપ્યું હતું
સિરીઝની બીજી મેચની શરૂઆત થવાની હતી તે પહેલા કોહલીએ પોતાના સાથી ખેલાડીને ભેટમાં બેટ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે આકાશદીપે પહેલી જ મેચમાં ખૂબ સારી રીતથી બેટિંગ કરી હતી. જેમાં તે 17 રન બનાવવામાં સફળ રહ્યો હતો. વિરાટ તેની બેટિંગ સ્ટાઇલથી સારો પ્રભાવિત થયો હતો. બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી તે સમયે કોહલીના બેટથી એવી સિક્સર મારી કે બધા ચોંકી ગયા હતા.