July 7, 2024

RCB vs KBPS: વિરાટ કોહલીએ બનાવ્યો આ ‘વિરાટ’ રેકોર્ડ

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ આજે પોતાના નામે કરી દીધો છે. તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડીને તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

મોટો રેકોર્ડ પોતાના નામે
IPL 2024ની છઠ્ઠી મેચ આજે રમાઈ રહી છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને જોવા મળી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચની શરૂઆતમાં જ RCBના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. જેણે ભારતના તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

વિરાટના નામે નોંધાયો
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે પ્રથમ વિકેટ ગુમાવી હતી. જોકે બેરસ્ટો મોહમ્મદ સિરાજના બોલ પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીએ આ 173મો કેચ કર્યો હતો. જેના કારણે તે T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો. પરંતુ હવે આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે થઈ ગયો છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનારા ભારતીયો
146 કેચ – મનીષ પાંડે
136 કેચ – સૂર્યકુમાર યાદવ
167 કેચ – રોહિત શર્મા
172 કેચ – સુરેશ રૈના
173 કેચ – વિરાટ કોહલી

આંકડાને સ્પર્શી શક્યા
ગઈ કાલની મેચમાં વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 12000 રન બનાવવાની ખૂબ નજીક છે. તેને 12000 રન પૂરા કરવા માટે 6 રનની જરૂર હતી અને તેણે તે રન ગઈ કાલે બનાવી દીધા છે. જેના કારણે T20 ક્રિકેટમાં 12000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 11994 રન બનાવ્યા હતા. જેમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક T20 અને તેની સાથે ફ્રેન્ચાઇઝ લીગ સમયે બનાવ્યા છે. જોકે અત્યાર સુધીમાં ખાલી 5 બેટ્સમેન 12000 રન બનાવી શકયા છે. જેમાં કિરોન પોલાર્ડ , ક્રિસ ગેલ, શોએબ મલિક, એલેક્સ હેલ્સ, ડેવિડ વોર્નર T20 ક્રિકેટમાં 12000 રન બનાવી ચુક્યા છે.