ICC રેન્કિંગમાં વિરાટ કોહલીની મોટી છલાંગ, રોહિતને થયું નુકસાન

Virat Kohli: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ICC દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલીએ એક સ્થાનમાં ઉછાળો નોંધાવ્યો છે તો બીજી બાજૂ રોહિતને 2 સ્થાનનું નુકસાન થયું છે. શ્રેયસ ઐયરે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. જેમાં તે એક સ્થાન આગળ આવ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં 5 એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલાઓ માટેના સ્પેશિયલ કોચ હટાવી દેવાયા
પાકિસ્તાન સામે સદી ફટકારી
પાકિસ્તાન સામેની મેચમાં વિરાટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પાકિસ્તાન સામે વિરાટે શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં તેણે 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલી હવે ICC ODI રેન્કિંગમાં એક સ્થાન આગળ આવી ગયો છે. 747 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિતને નુકસાન થયું છે. તે 2 સ્થાન નીચે ગયો છે. રોહિતે ત્રીજા સ્થાનથી સીધા પાંચમાં સ્થાને પહોંચી ગયો હતો. શ્રેયસ ઐયર 8માં ક્રમે છે જ્યારે હાર્દિક પંડ્યા પણ 9માં સ્થાન આગળ વધ્યા છે.