BCCI વિરાટ કોહલીને મનાવી શક્યું નહીં, ટૂંક સમયમાં નિવૃત્તિની લાગી શકે છે મહોર

Virat Kohli Retirement: રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ પછી વિરાટની ચર્ચા થઈ રહી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે કોહલીએ આ અંગે BCCI ને પણ જાણ કરી છે. જોકે BCCI એ કોહલીને તેની ટેસ્ટ નિવૃત્તિ પર પુનર્વિચાર કરવા કહ્યું છે. પરંતુ હવે કોહલી માનવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. વિરાટ ટૂંક સમયમાં તેની નિવૃત્તિ પર મહોર લગાવી શકે છે.

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભર્યું મોટું પગલું

કોહલી પોતાના નિર્ણય પર અડગ રહ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને હજૂ આશા છે કે વિરાટ આ વિશે ના પાડી દે. પરંતુ વિરાટ પોતાના નિર્ણય પર અડગ હોય તેવું લાગી રહ્યું છે. એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે વિરાટે 2 અઠવાડિયા પહેલા BCCIને આ વિશે જામ કરી છે. અંતિમ નિર્ણય આવતા અઠવાડિયે આવી શકે છે. હવે ચાહકો વિરાટના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.બીજી બાજૂ આઈપીએલ 2025માં વિરાટનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. તેણે 11 મેચ રમી હતી જેમાં તે 505 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ હાલ 4 સ્થાન પર છે.