March 16, 2025

RCBમાં જોડાતાની સાથે જ વિરાટ કોહલીનો વીડિયો થયો વાયરલ

Virat Kohli: IPLની 18મી સિઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમનો ભાગ રહેલા તમામ ખેલાડીઓ હવે પોતપોતાની ટીમના કેમ્પમાં જોડાઈ ગયા છે. આજના દિવસે વિરાટ કોહલી RCBમાં જોડાય ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ અભિયાનમાં કોહલીની ખાસ ભૂમિકા જોવા મળી છે. RCB એ વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો: IPL 2025 પહેલા રોહિત શર્મા પરિવાર સાથે ફરી રહ્યો છે માલદીવ, ફોટા થયા વાયરલ

RCB એ વિરાટ કોહલીનો ખાસ વીડિયો શેર કર્યો
RCB એ તેના સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે એક વિરાટનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ RCB કેમ્પમાં પહોંચતો જોવા મળે છે. તે વીડિયોમાં, વિરાટે પહેલા કહ્યું કે તેને પકડવો મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ છે. ત્યારબાદ વિરાટ કહે છે કે 18 નંબરની જર્સી પહેરેલા ખેલાડીઓ સંપૂર્ણપણે તૈયાર છે. RCB ફ્રેન્ચાઇઝીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.