દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્રસિંહ કશ્યપે સંગઠનની રણનીતિ બાબતે કોળી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી

અમિત રૂપાપરા, સુરત: દિલ્હીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્રસિંહ કશ્યપ સુરત મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને સંગઠનની રણનીતિ બાબતે કોળી સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરેન્દ્રસિંહ કશ્યપને કુવરજી બાવળિયાના વિવાદ મુદ્દે પૂછતા તેમને આ બાબતે ટિપ્પણી કરવાની મનાઈ કરી હતી અને જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આ બાબતે કોર્ટમાં કેસ કર્યો છે અને હવે આ મુદ્દો કોર્ટ નક્કી કરશે. બાકી અમારા તરફથી સમાજમાં કોઈ ભાગલા નથી અને અમારા સંગઠનની સાચી બોડી આ છે.
ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો
અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્રસિંહ કશ્યપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કુંવરજી બાવળીયા અમારા અધ્યક્ષ રહ્યા છે પરંતુ તેમની પછી અજીત પટેલ અધ્યક્ષ બન્યા છે. કુંવરજી બાવળિયાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો હતો અને ત્યારબાદ કોરોનાનો સમય આવ્યો અને કુંવરજી બાવળિયાને એક્ટેન્શન આપવામાં આવ્યુ હતું. પણ આ બાબતે હવે મારે કહેવાનું કંઈ નથી કારણ કે અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે અમે અજીત પટેલની નિમણૂક કરી હતી. ત્યારબાદ હવે હું અધ્યક્ષ બન્યો છું એટલે અમે અમારા સંવીધાન અનુસાર આ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ અને ત્રણ વર્ષ પછી અમારી અધ્યક્ષ પદની ચૂંટણી આવે છે.
કેટલાક લોકોએ કોર્ટમાં કેસ કર્યો
કુંવરજી બાવળીયા અને અજીત પટેલ વચ્ચેના વિવાદને લઈને તેમને જણાવ્યું કે કુંવરજી બાવળિયા સાથે અમારે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી પરંતુ કેટલાક લોકોએ કોર્ટમાં કેસ કર્યો છે. તે બાબતે હું ટિપ્પણી કરવા માંગતો નથી. કોળી સમાજમાં બે ભાગલા નથી કોળી સમાજ એક જ છે કોળી સમાજની અંદર અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ નામથી ચાલી રહી છે. અનેક સંખ્યાઓ આખા દેશમાં ચાલી રહી છે અને અનેક સંસ્થા ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: મહિલાઓના ચેકઅપનો વીડિયો વાયરલ કરવા મામલે મોટો ખુલાસો, વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો
રેગ્યુલરી ત્રણ વર્ષે ચૂંટણી
કુંવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજનો હિસ્સો છે કે નહીં તે બાબતે તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે કહીએ છીએ કે અખિલ ભારતીય કોળી સમાજ એક રજીસ્ટર ગોળી છે જે નવી દિલ્હીની સંસ્થા છે કેટલાક લોકોએ આ બાબતે કોર્ટમાં કેસ કર્યો છે અને ત્યારબાદ કોર્ટ નક્કી કરશે પરંતુ અમારી તરફથી કોઈ ભાગલા નથી અમારી સાચી બોડી એ છે કે જે દર ત્રણ વર્ષે ચૂંટણી કરાવે છે પરંતુ કેટલાક લોકોએ આ બાબતે ચૂંટણીમાં રેલીફ લેવા માટે કોર્ટમાં કેસ કર્યો છે પરંતુ હવે આ બાબતે કોર્ટ નથી કરશે તમારી સત્તા તો રેગ્યુલર ચાલી રહી છે અને અમે રેગ્યુલરી ત્રણ વર્ષે ચૂંટણી કરી રહ્યા છીએ. કુંવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજના સભ્ય છે કે નહીં તે બાબતે તેમને જણાવ્યું કે અમે બધા એક જ છીએ પરંતુ આજે પટેલ મારી અગાઉના અધ્યક્ષ હતા અને ત્યારબાદ હવે મને જવાબદારી શું આપવામાં આવી છે અને હવે હું આમાં વધારે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી જેમને કોર્ટમાં રીલીફ લેવા બાબતે કેસ કર્યો છે તો હવે આ બાબતે કોર્ટ જ નક્કી કરશે.