March 1, 2025

MPમાં વાયરસને કારણે ફરી એકવાર ભયનો માહોલ, સંક્રમણ અટકાવવા 21 દિવસ માટે બજારો બંધ

Bird Flu Death Rate: મધ્યપ્રદેશમાં ફરી એકવાર Avian flu વાયરસે ગભરાટ ફેલાવ્યો છે. સંક્રમણ અટકાવવા માટે બજારો 21 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. રાજ્યના છિંદવાડા જિલ્લામાં 3 બિલાડીઓ અને પક્ષીઓમાં એવિયન ફ્લૂ મળી આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે આ પગલું ભર્યું હતું. તપાસ બાદ, બિલાડીઓ અત્યંત રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝા (HPAI) વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું, જે ગંભીર બીમારી અને ઉચ્ચ મૃત્યુદરનું કારણ બને છે. મધ્ય પ્રદેશના છિંદવાડામાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. અત્યંત રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) બિલાડીઓ અને પક્ષીઓમાં જોવા મળે છે. જેના કારણે 18 થી વધુ બિલાડીઓ મૃત્યુ પામી છે જ્યારે 750 થી વધુ મરઘીઓ મારીને દાટી દેવામાં આવી છે. ચેપ વધુ ફેલાતો અટકાવવા માટે અસરગ્રસ્ત બજારને 21 દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી મનુષ્યોમાં એવિયન ફ્લૂના ચેપના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. અસરગ્રસ્ત વ્યક્તિઓ અને પાલતુ પ્રાણીઓના માલિકો, પશુચિકિત્સકો અને પાલતુ પ્રાણીઓના સંપર્કમાં આવેલા અન્ય લોકો પાસેથી 65 નમૂના લેવામાં આવ્યા હતા. ટેસ્ટિંગ બાદ તમામ માનવ સેમ્પલ નેગેટિવ મળ્યા છે.