ભારતે અટારી વાઘા બોર્ડર બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?

Attari Border Closed: ભારત સરકારે પાકિસ્તાન સામે બળથી નહીં પરંતુ કળથી કામ લીધું છે. પાકિસ્તાને સામે ભારતે કડક એક બાદ એક પગલા લીધાં છે. ભારત સરકારે અટારી ખાતેની ચેકપોસ્ટ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવું કરતાની સાથે પાકિસ્તાનને 3000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ભારત આ માર્ગે પાકિસ્તાનને સોયાબીન, શાકભાજી, ચિકન ફીડ, લાલ મરચાં જેવી વસ્તુઓ મોકલે છે.
આ પણ વાંચો: પહલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓ માટે વિઝા મુક્તિ બંધ, જાણો શું છે સાર્ક વિઝા યોજના?
ભારતનું પહેલું ભૂમિ બંદર
અટારી અમૃતસરથી 28 કિમી દૂર છે તે ભારતનું પહેલું ભૂમિ બંદર છે. પાકિસ્તાન સાથે વેપાર માટેનો એકમાત્ર ભૂમિ માર્ગ છે. તમને જણાવી દઈએ કે આ બંદર 120 એકરમાં ફેલાયેલો છે. વર્ષ 2023-24માં આ બંદર પરથી 6,871 માલવાહક વાહનો રવાના થયા હતા. 71,563 લોકોએ આ માર્ગે મુસાફરી કરી હતી. આ સમયગાળા દરમિયાન, કુલ રૂપિયા 3,886.53 કરોડનો વેપાર થયો હતો. આ બંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ રહ્યો છે. ભારતમાંથી સોયાબીન, શાકભાજી, ચિકન ફીડ, લાલ મરચાં, પ્લાસ્ટિકના દાણા અને પ્લાસ્ટિકના દોરા જેવી વસ્તુઓ મોકલવામાં આવે છે. આ સાથેજીપ્સમ, , સૂકા ફળો, સૂકા ખજૂર, સિમેન્ટ, કાચ, સિંધવ મીઠું અને અનેક પ્રકારની ઔષધિઓ પણ પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી આવે છે. એવા વેપારીઓ પર જે આ સરહદ પારના વેપાર પર આધાર રાખે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, પહેલાથી જ નબળા પડી ગયેલા વ્યાપારિક સંબંધોને મોટો ફટકો પડશે. અટારી ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયથી સૌથી વધુ નાના વેપારીઓ અને ઉદ્યોગોને અસર થશે.