July 7, 2024

Vistaraએ સંકટ વચ્ચે બનાવી નવી યોજના, મુસાફરોને થશે આ અસર

અમદાવાદ: ટાટા સમૂહની વિમાનની કંપની વિસ્તારાએ આર્થિક સંકટને દૂર કરવા નવી યોજના તૈયાર કરી છે. આ નવી યોજના અંતર્ગત કંપની આ સમગ્ર મહિનામાં દરમિયાન ઉડાનની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. જેના કારણે હવે હવાઈ મુસાફરી વધુ મોંઘી થવાનો ખતરો વધી જાય છે. મહત્વનું છે કે, પાયલેટના રાજીનામા અને માસ લીવના કારણે 100થી પણ વધારે ફ્લાઈટ્સને રદ્દ કરવામાં આવી હતી. ગત અઠવાડિયામાં માત્ર 3 દિવસમાં જ વિસ્તારાની 150થી વધુ ફ્લાઈટ્સને રદ્દ કરવી પડી હતી. જે બાદ હવે આ મહિનામાં માત્ર 10 ટકા જ ફ્લાઈટ્લને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડેઈલી ફ્લાઈટ્સમાં ઘટાડો
વિસ્તારાની હાલ રોજની 350 ફ્લાઈટ્સ ચાલી રહી છે. કંપનીના આયોજન મુજબ દરરોજની ફ્લાઈટ્સમાંથી 20થી 30 ફ્લાઈટ્સ ઓછી ઉડાવવામાં આવે. જેના કારણે પાયલટની ઘટ હોવા છતાં પણ સમયસર ફ્લાઈટ્સ ચાલી શકે. આ આંકડાઓ તેમની ડેઈલી ફ્લાઈટ્લની કુલ સંખ્યાના લગભગ 10 ટકા બરાબર છે. વધુમાં કંપનીએ જણાવ્યું કે, ફ્લાઈ્ટસની સંખ્યામાં ઘટાડો કરવાના કારણે તેની સીધી અસર ડોમેસ્ટિક રૂટ પર પડશે.

આ પણ વાંચો: Wiproના CEO થિયરી ડેલપોર્ટે આપ્યું રાજીનામું, શ્રીનિવાસ પલિયા નવા CEO

આ રીતે થશે અસર
મહત્વનું છેકે, વિસ્તારાની 10 ટકા ફ્લાઈટ્સ સમગ્ર એપ્રિલ દરમિયાન ઓછી ઉડશે. જેની સીધી અસર મુસાફરો પર પડશે. જે જે રૂટની ફ્લાઈટ્સ રદ્દ થશે, તેની રૂટની બીજી કંપનીઓની ફ્લાઈટ્સની કિંમતમાં વધારો થશે. તેમાં પણ એવા રૂટ પર વધારે અસર થશે જ્યાં વિસ્તારાની ફ્લાઈટ્સ વધુ ચાલતી હતી. જેમ કે કંપની દિલ્હી-મુંબઈના વ્યસ્ત રૂપ પરની 18 ડેઈલી ફ્લાઈટ્સને છે તેની સામે માત્ર ઈન્ડિંગોની 19 ફ્લાઈટ્સ છે.

કંપનીને મળી નોટિસ
આ પહેલા DGCAએ પાયલટની ટ્રેનિંગને લઈને વિસ્તારાને નોટિસ મોકલી છે. જેના કારણે કંપનીનું સંકટ વધારે વધ્યું છે. આ નોટિસમાં ઝીરો ફ્લાઈટ્સ ટાઈમ ટ્રેનિંગ આપવામાં આવ્યું છે. જેમાં ઘણા પાયલટોની ટ્રેનિંગને હોલ્ડ પર રાખવામાં આવી છે. મહત્વનું છે કે, વિસ્તારાના ઘણા પાયલેટ પહેલાથી જ કંપનીના નવા પે સ્ટ્રક્ચર સહિત અનેક કારણોથી નાખુશ હતા.