June 26, 2024

3D કર્વ્ડ ડિસ્પ્લે અને લો વેઈટ સાથે વીવોનો નવો ફોન લોન્ચ, અદભૂત છે કેમેરો

Vivo Y200 Pro launch: Vivoએ ​​ભારતમાં વધુ એક ફોન લોન્ચ કર્યો છે. આ વખતે કંપનીએ Vivo Y200 Pro રજૂ કર્યો છે. કંપનીએ પહેલાથી જ Y200 સિરીઝમાં Vivo Y200 અને Y200e ફોન માર્કેટમાં મૂકી દીધા છે. Y200 Pro આ સીરિઝનું સર્વોચ્ચ વેરિઅન્ટ છે અને તેની કિંમત 25,000 રૂપિયાથી ઓછી છે. બીજી તરફ, Infinix GT 20 Pro 5G પણ લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત લગભગ Vivo ફોન જેટલી જ છે. જો કે Infinix ગેમર્સ માટે બેસ્ટ ફોન છે.

પાવરફુલ ડિસ્પ્લે
Vivo Y200 Pro 5G ના ડિસ્પ્લે વિશે વાત કરતાં, કંપની કહે છે કે, આ સેગમેન્ટમાં 3D કર્વ્ડ ડિસ્પ્લે સાથેનો સૌથી પાતળો ફોન છે. ફોન 120Hz રિફ્રેશ રેટ અને AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. ફોનની પાછળની ડિઝાઇનમાં સિલ્ક સ્ટાઇલ ગ્લાસ ડિઝાઇન છે, જે પ્રીમિયમ દેખાવ અને અનુભૂતિ આપે છે. પાછળ LED ફ્લેશ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સિસ્ટમ પણ છે. ખાસ વાત એ છે કે, કર્વ્ડ સાથે એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી રહી છે.જે અગાઉ સેમસંગ કંપનીના મોંઘા ગણાતા ફોનમાં જ આપવામાં આવતી હતી.

ગેમિંગ માટેનો બેસ્ટ
Vivo Y200 Pro 5G એ Qualcomm Snapdragon 695 5G SoCથી મસ્ત ઑપરેટ થાય છે. જે મિડ-રેન્જ ચિપસેટ છે. આ ફોનમાં રોજિંદા ઉપયોગના કામ અને લાઇટ ગેમિંગ રમી શકો છો. ફોનને 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં અન્ય સ્ટોરેજ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જે ફોનને બીજી કંપનીના ફોન કરતા જુદો પાડે છે. Vivo Y200 Pro સિલ્ક ગ્રીન અને સિલ્ક બ્લેક કલરમાં આવે છે અને તેની કિંમત 8GB + 128GB મોડલ માટે રૂ. 24,999 છે. તે Flipkart, Vivo India ઈ-સ્ટોર અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. SBI કાર્ડ, IDFC ફર્સ્ટ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને ફેડરલ બેંક સહિત અન્યનો ઉપયોગ કરીને સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો રૂ. 2500 સુધીનું કેશબેક મેળવી શકે છે.

Vivo Y200 Pro ના કેમેરા ફીચર્સ
કેમેરા વિશે વાત કરીએ તો, ફોનમાં f/1.79 અપર્ચર સાથે 64MP રિયર કેમેરા, f/2.4 અપર્ચર સાથે 2MP પોટ્રેટ કેમેરા, LED ફ્લેશ, Aura LED અને f/2.45 અપર્ચર સાથેનો 16MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે. આ ઉપરાંત, ઉપકરણમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ફોનના અન્ય ફીચર્સમાં મેમરી અને કેમેરો બેસ્ટ આપવામાં આવ્યો છે. ખાસ કરીને જે લોકો બ્લોક અને ફોટો-વીડિયો કોન્ટેટ બનાવે છે એ લોકો માટે આ ફોન બેસ્ટ મનાય છે.