September 17, 2024

હિમાચલમાં પૂરને લઈને ચેતવણી, હવમાન વિભાગે દિલ્હી-NCRમાં વરસાદ માટે આપ્યું યલો એલર્ટ

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. અનેક જગ્યાએ વાહનોની ગતિ થંભી ગઈ હતી. હવામાન વિભાગે દિલ્હી-NCR માટે યલો એલર્ટ જારી કર્યું છે અને આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગઈકાલે પણ દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો અને ઘણા રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.

હવામાન વિભાગ દેશમાં હવામાનની ચેતવણીઓ જારી કરવા માટે ચાર રંગોનો ઉપયોગ કરે છે. આ રંગો અને તેમના સંદેશાઓ છે: લીલો (કોઈ ક્રિયા જરૂરી નથી), પીળો (નજર રાખો અને મોનિટરિંગ કરો), ઓરેન્જ (તૈયાર રહો) અને રેડ (કાર્યવાહી/સહાય જરૂરી) છે.

આ પણ વાંચો: તે ‘કોંગ્રેસની દીકરી’ બનવા માગે છે… BJP નેતા અનિલ વિજનો વિનેશ પર કટાક્ષ

હિમાચલમાં ભારે વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે શનિવાર સુધી શિમલા, સોલન, સિરમૌર, મંડી અને બિલાસપુર જિલ્લાના ભાગોમાં મામૂલી પૂરના જોખમની ચેતવણી જારી કરી છે. આદિવાસી જિલ્લા કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ સિવાય રાજ્યના 12માંથી 10 જિલ્લાઓમાં ભારે વરસાદની ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવી છે.