રાજુલા પંથકના દરિયાકાંઠે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી

Kunvarji Bavaliya: રાજુલા પંથકના દરિયાકાંઠે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી હતી. રાજુલા વિસ્તારના છતડીયા કડીયાળી પીપાવાવ મિતિયાળા બંધારા સહિતની મુલાકાત પણ લીધી હતી. હેડવર્કર પાણીના સંપ સહિત મુદ્દે પાણી મુદ્દે સમીક્ષાઓ કરી હતી.
આ પણ વાંચો: અક્ષર પટેલને મોટો ઝટકો, હાર બાદ BCCIએ કરી કાર્યવાહી
અધિકારીઓ છકડો રીક્ષામાં ફર્યા
શિયાળ બેટમાં પાણી બંધ થયા બાદ ફરી શરૂ થતાં કુંવરજી બાવળિયા શિયાળ બેટ પહોંચ્યા હતા. શિયાળબેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પોહચી ગામમાં છકડો રિક્ષામાં બેસ્યા હતા. શિયાળબેટ ગામમાં માત્ર હેરાફેરી માટે રીક્ષા જ હોવાથી મંત્રી અધિકારીઓ છકડો રીક્ષામાં ફર્યા હતા.શિયાળબેટ માટે પાણીની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કુંવરજી બાવળિયાએ આજે મુલાકાત કરી હતી.