કકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો, રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી
Weather Update: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં 2 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગે 27-28 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે. આ સિવાય રાજ્યમાં 15થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 27 ડિસેમ્બરે બનાસકાંઠા , પાટણ,મહેસાણા , સાબરકાંઠ , અરવલ્લી, પંચમહાલ , દાહોદ , મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર , પોરબંદર , મોરબી , દ્વારકા , કચ્છમાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી , પંચમહાલ, દાહોદ , મહીસાગર , છોટા ઉદેપુર , નર્મદા , ડાંગ , નવસારી , વલસાડ , તાપી , દમણ , સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: કોંગોની બુસિરા નદીમાં બોટ પલટી, ક્રિસમસ ઉજવવા ઘરે આવી રહેલા 38 લોકોના મોત, 100થી વધુ લાપતા